મોરબીના રાતાવિરડા ગામે એસીડ પી ગયેલ યુવાનનું અને નેશડા ગામે વિંછી કરડી જતા બાળકનું મોત
માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે કપાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
SHARE







માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે કપાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા સમયે ઝેરી અસર થવાથી સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત
માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે વાડીએ કપાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરતા સમયે યુવાનને ઝેરી અસર થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબી સુધી લઈને આવ્યા હતા અને સારવાર દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું છે જે બનાવની માળિયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૂળ છોટા ઉદેપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં માળિયા તાલુકાના જુના ઘાટીલા ગામે સુનિલભાઈ માધવજીભાઈ વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા હસમુખભાઈ જેનીયાભાઈ નાયકા (31) નામનો યુવાન વાડીએ ગત તા. 28/8 ના રોજ કપાસમાં જંતુનાશક દવાનો છંટકાવ કરી રહ્યો હતો દરમિયાન તેને ઝેરી અસર થઈ હોવાથી પ્રથમ સારવાર માટે મોરબીના જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું છે જેથી આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે માળીયા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝેરી દાવ પી લેતા સારવારમાં
હળવદ તાલુકાના ધૂળકોટ ગામે વિનોદભાઈની વાડીએ રહેતા કાળુભાઈ રાઠોડની 13 વર્ષની દીકરી સુનીતાબેન કોઈ કારણોસર કપાસમાં છાંટવાની ઝેરી દવા પી જતા તેને ઝેરી અસર થઈ હોવાથી તેને પ્રથમ સારવાર માટે હળવદ અને ત્યારબાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં બેભાન હાલતમાં તે સારવાર હેઠળ છે આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બાઇક સ્લીપ
માળીયા (મી)ના નવા અંજીયાસર ગામે રહેતા હારુનભાઈ રહેમાનભાઈ માણેક (53) નામના આધેડ પોતાના ગામથી માળિયા તરફ જવાના રસ્તા ઉપર બાઈક લઈને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેને ઇજા થવાના કારણે ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા. આવી જ રીતે માળિયા તાલુકાના સરવડ ગામે આવેલ ઉમિયાનગરમાં રહેતા વિનોદભાઈ બચુભાઈ મુછડીયા (59) નામના વૃદ્ધ પીપળીયા ચોકડીએ બાઈક ઉપર જઈ રહ્યા હતા દરમિયાન બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જેથી તેઓને ઈજા થતાં સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
