મોરબી તાલુકામાં જુદીજુદી બે જગ્યાએ બે યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
મોરબીના સનાળા ગામના વૃદ્ધનું સારવારમાં મોત
SHARE







મોરબીના સનાળા ગામેના વૃદ્ધનું સારવારમાં મોત
મોરબીના સનાળા ગામે રહેતા વૃદ્ધ કોઈ કારણોસર પોતાના ઘરે હતા ત્યારે ગોળીઓ પી ગયા હતા જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું આ બનાવની એ ડિવિઝન પીલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીનાઆગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સનાળા ગામે માટલા વાળી શેરી શક્તિ માતાજીના મંદિર સામે રહેતા ભુદરભાઈ છગનભાઈ ફુલતરીયા (60) નામના વૃદ્ધ પોતે પોતાના ઘરે હતા ત્યારે ગોળીઓ પી ગયા હતા જેથી તેઓને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેઓનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી નજીક આવેલ બ્લેકબેરી સીરામીક કારખાના પાસે મહાદેવ હોટલ સામે બાઈક અને રીક્ષા વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં બિરજુ (24) તથા એક અજાણ્યા 25 વર્ષના યુવાનને ઇજા થયેલ હતી જેથી તે બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
માથામાં ઇજા
મોરબીના વાવડી ગામે રહેતો રોહિત વાલજીભાઈ (28) નામનો યુવાન ઘૂટું રોડ ઉપર આવેલ સ્મશાન પાસેથી બાઈક લઈને પસાર થતો હતો ત્યારે બાઇક સ્લીપ થયું હતું જેથી તેને માથાના ભાગે ઇજા થયેલ હતી. માટે ઇજા પામેલા યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.
