મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકર પ્રાથમિક વિદ્યાલયમાં બાળકોને ફાયર ટ્રેનીંગ અપાઈ
મોરબીમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે 76 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ મંજૂર
SHARE







મોરબીમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે 76 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ મંજૂર
મોરબીના જુદા જુદા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે જેથી લોકોને હળકીનો સામનો કરવો પડે છે જેથી સર્વે કરીને સરકારમાં દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવેલ છે અને 76 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટને લીલીઝંડી આપવામાં આવેલ છે.
મોરબીમાં લાયન્સનગર, વિસીપરા, અમરેલી વિસ્તાર, રણછોડનગર સહિતના સ્થળોએ ચોમાસાની ઋતુ દરમિયાન વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા હતી જેથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો માટે મહાપાલિકા દ્વારા તમામ વિસ્તારોનો સર્વે કરીને ડીપીઆર તૈયાર કરાવવામાં આવ્યો હતો અને સરકારમાં તા.23/4 ના રોજ દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેને ગુજરાત અર્બન ડેવલોપમેન્ટ મિશન દ્વારા 76 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવેલ છે. આ નવી યોજના અંતર્ગત લાયન્સનગર મેઈન રોડ, અમરેલી વિસ્તાર, ગુજરાત મેરી ટાઈમ મેઈન રોડ, મદીના પરા, વિસીપરા, મહેન્દ્રપરા, કન્યા છાત્રાલયથી શનાળા રોડ, કન્યા છાત્રાલયથી ધુતારી ડ્રેઈન, નવલખી હાઈવેથી ધુતારી ડ્રેઈન, આલાપ પાર્ક સોસાયટી, કમલપાર્ક સોસાયટી અને વૃષભનગર સહિતના વિસ્તારોમાં સ્ટ્રોમ વોટર લાઈન નાખવામાં આવશે.
