મોરબીમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે 76 કરોડના ખર્ચે સ્ટ્રોમ વોટર પ્રોજેક્ટ મંજૂર
મોરબીમાં ખાણીપીણી બજાર પાસે લોકોના વાહનોમાં પોલીસે કર્યું નુકશાન !: આપના આગેવાને આંદોલનની ઉચ્ચારી ચીમકી
SHARE







મોરબીમાં ખાણીપીણી બજાર પાસે લોકોના વાહનોમાં પોલીસે કર્યું નુકશાન !: આપના આગેવાને આંદોલનની ઉચ્ચારી ચીમકી
મોરબીમાં લોકોએ પાર્ક કરેલા વાહનમાં પોલીસ અધિકારી અને કર્મચારી નુકસાન કરતા હોય તે પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વિડીયો મોરબીના શનાળા રોડ ઉપરનો હોવાની વાત હાલમાં સામે આવી રહી છે આ બાબતે આમ આદમી પાર્ટીના જિલ્લાના પ્રભારીએ પોતાનો સોશ્યલ મીડિયામાં એક વિડીયો મૂકીને પોલીસ દ્વારા વેપારીઓને કનડગત કરવામાં આવી રહી છે તેનો વિરોધ કર્યો છે અને આગામી દિવસોમાં જરૂર પડે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ખાસ કરીને સમગ્ર ગુજરાતની અંદર ચોક્કસ વિસ્તારોમાં રાત્રિના સમયે પણ ખાણીપીણીના ધંધા ચાલુ રાખવા માટે થઈને છૂટ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીમાં પોલીસ વિભાગ દ્વારા વેપારીઓને રાત્રિના સમયે વહેલા ધંધા બંધ કરવા માટે થઈને કનડગત કરવામાં આવતી હોય તે પ્રકારનો વિડીયો એક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદાર બાગ સામેના ભાગનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે આ બાબતે મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજભાઈ રાણસરિયા દ્વારા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને જે રીતે પોલીસ અધિકારી અને કર્મચારી દ્વારા લોકોના પાર્ક કરેલા બાઈક અને વાહનોમાંથી હવા કાઢી આવે, પ્લગ તોડી નાખવામાં આવે તેવી કામગીરી કરવામાં આવી છે તેનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યું છે અને મોરબીમાં નાના વેપારીઓ અને ધંધાદારીઓને રાત્રિના સમયે દુકાનો ખુલી રાખવા દેવામાં આવતી નથી માટે અગાઉ પંકજભાઈએ આવેદનપત્ર પણ આપ્યું હતું છતાં પણ જે રીતે પોલીસે લોકોના વાહનોમાં નુકશાન કર્યું છે તે અંગેનું આગામી સમયમાં સંતોષકારક નિવારણ નહીં આવે તો આગામી સમયમાં વેપારીઓને સાથે રાખીને આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
