મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર
SHARE







મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર
મોરબીમાં યુવાને આપઘાત કર્યો હતો જેની ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પત્રકાર સહિત 11 સામે ગુનો નોંધાયો હતો જે ચકચારી આપઘાત કેસમાં પત્રકાર ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ તેના વકીલ મારફતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં વકીલની દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતોને આધીન આગોતરા જામીન મંજુર કર્યા છે.
આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી બી. ડીવીઝન,આ ફરીયાદી જીગ્નેશભાઈ હરેશભાઈ મકવાણાએ ફરીયાદ આપેલી હતી કે, તેનો ભાઈ નિલેશભાઈએ પોતાની ઓફીસમાં જંતુનાશક દવા પીને આપઘાત કર્યો છે અને તેની પાસેથી એક સ્યૂસાઇટ નોટ મળી હતી જેમાં 11 શખસોના નામ હતા જેના આધારે સ્યૂસાઇટ નોટની ખરાઈ કરાવ્યા પછી ગુનો નોંધાયો હતો અને આરોપીઓ વ્યાજના પૈસા માટે દબાણ કરતાં હોવાથી આપઘાત કર્યો છે તેવી ફરિયાદ નોંધાઈ હતી. જે 11 પૈકીનાં અરજદાર/ આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાએ મોરબી એડી. સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબની કોર્ટમાં આગોતરા જામીન પર મુક્ત થવા મોરબીના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ આર. જાડેજા તથા એડવોકેટ મહાવીરસિંહ એ. જાડેજા (ચાંદલીવાળા) મારફત આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં વકીલ દ્વારા કરવામાં આવેલ દલીલ તેમજ હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના ચુકાદા રજુ કર્યા હતા જેને ધ્યાને લઈને મોરબીના સેશન્સ જજ મીતલ આર. નાદપરા સાહેબે આરોપી ઋષિભાઈ દેવીપ્રસાદ મહેતાના 50 હજારના શરતોને આધીન આગોતરા જામીન મંજૂર કર્યા છે.
