મોરબીમાં યુવાને કરેલ આપઘાતના કેસમાં પત્રકારના આગોતરા જામીન મંજૂર
મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
SHARE







મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
મોરબી મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ઓમ પ્લાઝા કોમ્પલેક્ષ પાસે એસઓજીની ટીમે રેડ કરી હતી ત્યારે 2.885 કિલો ગ્રામ ગાંજા સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી કરીને ગાંજો, મોબાઈલ વિગેરે મળીને 33,850 ના મુદામાલ સાથે તેની ધરપકડ કરીને તેની સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ.ની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબીના એસપી મુકેશ પટેલની સૂચના મુજબ એસઓજીના પીઆઇ એન.આર. મકવાણા અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં મુકેશભાઇ જોગરાજીયા તથા કમલેશભાઇ ખાંભલીયાને બાતમી મળેલ હતી કે, અનુજકુમાર રમેશચંદ્ર વર્મા નામનો યુપીએનો શખ્સ ગેરકાયદે નાર્કોટીક્સ માદક પદાર્થ ગાંજાનો જથ્થો પોતાના કબજામાં રાખીને અમદાવાદથી મોરબી મહારાણા પ્રતાપ સર્કલ ખાતે આવનાર છે. જે બાતમી આધારે વોચ રાખવામા આવી હતી દરમ્યાન મળેલ બાતમી મુજબનો શખ્સ પસાર થતાં તેને રોકીને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી ગાંજાનો જથ્થો 2.885 કિ.ગ્રામ જેની કિંમત 28,850 તેમજ એક મોબાઇલ ફોન જેની કિંમત 5000 આમ કુલ મળીને 33,850 નો મુદામાલ કબ્જે કર્યો હતો અને આરોપી અનુકુમાર રમેશચંદ્ર નમી (27) રહે. હાલ-ભુલભુલીયા બેલ તાલુકો ફોહન ઉત્તરપ્રદેશ, હાલ રહે. વોર્ડ નં 15, રાવણભાટા કલાન, (વિરાન) બાગબહારા છતીસગઢ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની જુદીજુદી કલમ હેઠળ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે. આ કામગીરી પીઆઇ એન.આર.મકવાણાની સૂચના મુજબ પીએસઆઈ કે.આર.કેસરીયા તેમજ મુકેશભાઈ જોગરાજીયા, ફારૂકભાઇ પટેલ, મનસુખભાઇ દેગામડીયા, જુવાનસિંહ રાણા, કમલેશભાઇ ખાંભલીયા, અંકુરભાઇ ચાંયુ, ફતેસિંહ પરમાર તથા અશ્વિનભાઈ લોખીલ દ્વારા કરવામાં આવી હતી.
