વાંકાનેરના સરતાનપર પાસે કારખાનના ક્વાર્ટરમાં જમ્યા પછી ઉલ્ટી બાદ યુવાનનું મોત
માળીયા (મિં)માં મકાનમાંથી ૨૬૪ બીયર સાથે બુટલેગર ઝડપાયો
SHARE









માળીયા (મિં)માં મકાનમાંથી ૨૬૪ બીયર સાથે બુટલેગર ઝડપાયો
માળીયા મિંયાણાના બુટલેગરના રહેણાંક મકાનમાં પોલીસે સર્ચ કરતાં તેના ઘરમાથી બિયરના ૨૬૪ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે વિયરના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો રાઉન્ડમાં હતા ત્યારે મળેલ બાતમી આધારે માળીયા (મિં) ના માતમ ચોક ખોડવાસ પાસે બુટલેગર સીદીકભાઇ જીવાભાઇ મોવર જાતે મિયાણા (ઉ.૩૫) ના રહેણાંક મકાનમાંથી સર્ચ દરમ્યાન સીદીકભાઇ જીવાભાઇ મોવર બીયરના ૨૬૪ ટીન સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૬,૪૦૦ ના વિયર સાથે તેની ધરપકડ કરી હતી આ કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તેમજ મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.
