Morbi Today
મોરબીની તાલુકા શાળા નં. ૨ માં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
SHARE







મોરબીની તાલુકા શાળા નં. ૨ માં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
જિલ્લા મહિલા અને બાળ અધિકારની કચેરી-મોરબી દ્વારા મોરબી તાલુકાની પીએમ તાલુકા શાળા નં. ૨ માં સરકારના બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૮ ની ૧૪૭ દીકરીઓને બાળકોના હિતના રક્ષણના કાયદાઓ, જાતીય સતામણી, દીકરીઓના શિક્ષણ માટેની સરકારની વિવિધ યોજનાઓ વગેરે બાબતોની ઊંડાણપૂર્વક રસપ્રદ જાણકારી આપવામાં આવી હતી. મહિલા અને બાળ અધિકારીની કચેરીમાંથી પધારેલા ઉર્વિશાબેન તેમજ રાજદીપભાઈએ વિદ્યાર્થીનીઓને બાળ અધિકાર વિશે જાગૃત કર્યા હતા. આ પ્રસંગે શાળાના જિજ્ઞાસુ શિક્ષકો જયશ્રીબેન સોલંકી, સ્વાતિબેન ત્રિવેદી અને જૂણાચ નફીસાબેન દ્વારા વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવામાં આવ્યો હતો.
