મોરબીની તાલુકા શાળા નં. ૨ માં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
માળીયા (મી) પોલીસે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારી ચેકપોસ્ટ પાસેથી 420 બોટલ દારૂ ભરેલ સ્કોર્પિયો ગાડી સાથે રીઢા આરોપીનો પકડ્યો, 15.58 લાખનો મુદામાલ કબ્જે
SHARE







માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ સુરજબારી ચેકપોસ્ટ પાસેથી સ્કોર્પિયો ગાડી પસાર કરી હતી જે ગાડીને રોકીને સ્થાનિક પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી દારૂની જુદી જુદી બ્રાન્ડની 420 બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂ, મોબાઈલ ફોન તથા વાહન મળીને 15,58,800 ની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો છે અને જુદા જુદા ત્રણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને માળીયા પોલીસે દારૂના જથ્થા સાથે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબીના એસપી મુકેશ પટેલ તેમજ ડીવાયએસપી પી.એ.ઝાલાની સૂચના મુજબ માળિયા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.કે.દરબાર અને તેની ટીમ કામ કરી રહી છે દરમિયાન પૃથ્વીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા અને રવિભાઈ મિયાત્રા ને મળેલ ખાનગી બાતમી આધારે માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર વોચ રાખવામાં આવી હતી ત્યારે કચ્છ તરફથી આવી રહેલ સ્કોર્પિયો ગાડી નંબર જીજે 3 એમએલ 4507 ને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને દારૂની જુદી જુદી બ્રાન્ડની કુલ મળીને 420 બોટલો જેની કિંમત 5,50,800 તથા મોબાઈલ ફોન અને વાહન મળીને 15,58,800 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હાલમાં આરોપી દીપકભાઈ ઉર્ફે અટાપટું જમનાદાસ જેઠવાણી (34) રહે સુંદરડું જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને જીગ્નેશ ઉર્ફે જીગો વિનોદભાઈ ખીજડા નામનો શખ્સ નાસી ગયો હતો જેથી આ બંને શખ્સની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને બીજા આરોપીને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે વધુમાં માળિયા પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે હાલમાં પકડાયેલા આરોપી દિપકભાઈ જેઠવાણી પ્રાગપર, પધ્ધરા અને જામનગર સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ જુદા જુદા ત્રણ દારૂના ગુનામાં નાસતો ફરતો હતો જેને હાલમાં માળિયા પોલીસે પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
