મોરબી સીટી તથા તાલુકામાં બે મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત
SHARE







મોરબી સીટી તથા તાલુકામાં બે મામલતદારની ખાલી જગ્યા ભરવા મુખ્યમંત્રીને રજૂઆત
મોરબી સીટી વિસ્તાર તથા તાલુકા વિસ્તારમાં બે મામલતદારોની જગ્યા ખાલી છે.જેને લઈને અહીંના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે અને ખાલી જગ્યાઓ લોકહિતમાં તાત્કાલીક ભરવામાં આવે તેવી માંગ કરી હતી.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, મોરબી જીલ્લો ધણા સમયથી બન્યો છે પરંતુ સુવિધાને નામે મીંડુ છે.આજે મોરબી તાલુકા તથા મોરબી સીટી કચેરીમાં બંને મામલતદારોની જગ્યા ખાલી છે.મામલતદાર એટલે કે તાલુકા મેજીસ્ટેટ જેવો હોદો અને મહતવની જગ્યા ગણાય છતા આ બંને જગ્યા હાલમા ધણા સમયથી ખાલી છે ! અને હાલમાં અન્યને ચાર્જ આપી ચલાવવામાં આવે છે.જેથી ચાર્જમાં રહેલ અધિકારી કર્મચારી નિતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી અને અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.રેગ્યુલર મામલતદાર ન હોવાને કારણે પ્રજાના અસંખ્ય કામો હાલમાં અટકી પડેલ છે અને મોરબી શહેર તેમજ તાલુકાની પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે આ બાબતે મોરબીના કલેકટરને અવાર નવાર રજુઆત કરેલ પરંતુ કોઈ નક્કર પરિણામ આવેલ નથી.અહીનું વહીવટી તંત્ર અંધેરી નગરીને ગંડુરાજા ની કહેવત સમાન ચાલે છે.અધિકારીઓ કે કર્મચારીઓ પ્રજાના પ્રશ્નોની કાઈ દરકાર કરતા નથી અને એસી ઓફિસોમાં બેસીને મોજ મજા કરે છે. અધિકારીઓની અનઆવડત કે બેદરકારીને કારણે પ્રજામાં ધણો જ અસંતોષ ફેલાયેલ છે અને આવા અમુક અધિકારીને કારણે ગુજરાતની ભાજપ સરકાર બદનામ થાય છે.જેની અસર આવતી ચુંટણીમાં થાય તો નવાઈ નહી.તો આ બાબતે તાત્કાલીક મહતવની બંને મામલતદારની ખાલી જગ્યા ભરવા પી.પી.જોષીએ મુખ્યમંત્રીને રજૂઆત કરેલ છે.
