મોરબીના જોધપર પાસે બની રહેલ વનના નામકરણને લઈને વિવાદ, મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
હળવદના ધુળકોટ ગામે બનેલ બનાવ: માતા-પિતાએ રસોઈ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ સગીરાનું મોત
SHARE







હળવદના ધુળકોટ ગામે બનેલ બનાવ: માતા-પિતાએ રસોઈ બાબતે ઠપકો આપતા ઝેરી દવા પી ગયેલ સગીરાનું મોત
હળવદના ધુળકોટ ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવારની સગીર દીકરીને માતા પિતાએ રસોઈ બનાવવા માટે ઘરે મોકલી હતી જો કે, તે સગીરાએ રસોઈ બનાવી ન હતી જેથી માતા પિતાએ તેને ઠપકો આપતા સગીરાને લાગી આવ્યું હતું અને તે વાડીએ પડેલ ઝેરી દવા પી લેતા તેને સારવારમાં ખસેડવામાં આવી હતી ત્યાં ટૂંકી સારવારમાં સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં હળવદના ધુળકોટ ગામે આવેલ વિનોદભાઈ ધનજીભાઈ કોળીની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા ઉકારીયાભાઈ નાયકાભાઈ રાઠવા (46)ની 13 વર્ષની દીકરી સુનિતાબેન ઝેરી દવા પી ગઈ હતી જેથી તેને સારવાર માટે પ્રથમ હળવદની સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા ત્યાંથી વધુ સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા જોકે ચાલુ સારવાર દરમિયાન તે સગીરાનું મોત નીપજયું હતું જેથી આ બનાવની મૃતક સગીરાના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી
વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક સગીરા સુનિતાબેન ઉતારીયાભાઈ રાઠવાને તેના માતા પિતાએ વાડીએથી રસોઈ બનાવવા માટે થઈને ઘરે મોકલી હતી જો કે, તેણે રસોઈ બનાવી ન હતી જેથી સગીરાને તેના માતા-પિતાએ ઠપકો આપતા સગીરાને મનોમન લાગી આવ્યું હતું જેથી કરીને તે ઝેરી દવા પી ગઈ હતી અને ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે આ અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બાળક સારવારમાં
મોરબીના વાવડી રોડ ઉપર આવેલ શુભ સોસાયટીમાં રહેતા અલ્તાફભાઈ ઠેબાનો 13 વર્ષનો દીકરો વાહીદ સાયકલ લઈને જતો હતો ત્યારે અજાણ્યા બાઇક ચાલકે તેની સાયકલને ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો આ બનાવમાં વાહિદને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.
