મોરબીમાં વડાપ્રધાનના જન્મદિવસ નિમિતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રીના આગમનનો સમય બદલાયો મોરબી તાલુકાના લુંટાવદર ગામેથી યુવતી ગુમ મોરબી રણછોડનગરમાં 20 બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો મોરબીના અપહરણ-દુષ્કર્મના ગુનામાં યુવાનની ધરપકડ : જેલ હવાલે વાંકાનેરમાં વર્ષોથી ચાલતી પેટા તિજોરી કચેરીને બંધ કરવા સામે વિરોધ મોરબી સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી આધેડનો મૃતદેહ મળ્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પૂર્વે આજે મોરબીમાં કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન કેમ્પ: ધારાસભ્ય સહિતના હાજર રહ્યા ટંકારા ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે સેવા પખવાડિયાની ઉજવણી તૈયારી માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના ખાખરેચી ઘર પાસે ચોકમાં ખાટલો નાખીને બેઠેલ યુવાન અને તેની પત્નીને બે મહિલા સહિત 5 લોકોએ મારમાર્યો


SHARE













માળિયા (મી)ના ખાખરેચી ઘર પાસે ચોકમાં ખાટલો નાખીને બેઠેલ યુવાન અને તેની પત્નીને બે મહિલા સહિત 5 લોકોએ મારમાર્યો

માળિયા (મી)ના ખાખરેચી ગામે યુવાન તેના ઘર સામે ચોકમાં ખાટલો નાખીને બેઠો હતો જે સામેવાળાઓને સારું નહીં લાગતા તેના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરીને યુવાનને માથા, કપાળે તથા શરીરે મારમાર્યો હતો ત્યારે યુવાનને બચાવવા માટે તેની પત્ની વચ્ચે પડી હતી જેથી તેને બે મહિલાએ ઢીકાપાટુનું મારમાર્યો હતો જેથી ઇજા પામેલ દંપતીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યારબાદ ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે બે મહિલા પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળિયા (મી)ના ખાખરેચી ગામે વણકરવાસમાં રહેતા હિતેશપરી કેશુપરી પરમાર (22) નામનો યુવાન પોતે પોતાના ઘર પાસે આવેલ ચોકમાં ખાટલો નાખીને બેઠો હતો જે જયેશભાઈ વસંતપરી પરમાર, ગૌતમપરી જીવણપરી પરમાર અને વિજયપરી વસંતપરી પરમારને સારું નહીં લાગતા તેઓએ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો અને હિતેશપરીને માથાના પાછળના ભાગે, કપાળે અને શરીરે મારમાર્યો હતો ત્યારે હિતેશફરીને  બચાવવા માટે તેના પત્ની સોનુંબેન (20) વચ્ચે પડ્યા હતા અને જેથી ત્રણેય શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા અને ત્યારબાદ ગીતાબેન વસંતપરી અને મીનાબેન જીવણપરી ત્યાં આવ્યા હતા અને ફરિયાદીના પત્નીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને ડાબી આંખે તથા ડાબા સાથના ભાગે ઇજા કરી હતી જેથી ભોગ બનેલ દંપતિને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ ફૂલછા કોલોનીમાં રહેતા બાબુભાઈ ચકુભાઈ વાણીયા (57) નામના વૃદ્ધ લુહાર શેરી પાસે નવયુગ ગારમેન્ટ નજીકથી સાઇકલ લઈને જતા હતા ત્યારે રિક્ષાવાળાએ તેને હડફેટ લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની નક્ષત્ર હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News