માળિયા (મી)ના પીપળીયા ચાર રસ્તા પાસે યુવાનને છાતીમાં દુખાવો ઉપાડ્યા બાદ સારવારમાં મોત
મોરબીના પાવડયારી નજીક બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
SHARE







મોરબીના પાવડયારી નજીક બાઇકને બોલેરો ગાડીના ચાલકે હડફેટે લેતા આધેડનું મોત
મોરબીના જેતપર રોડ ઉપર પાવડયારીથી જસમતગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર પેટ્રોલ પંપ પાસેની કટમાંથી આધેડ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને બોલેરો પીકઅપ ગાડીના ચાલકે હડફેટ લીધું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં આધેડનું મોત નીપજ્યું હતું અને આ બનાવ સંદર્ભે મૃતકના પત્ની દ્વારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
મોરબી નજીકના પીપળી ગામે આવેલ મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા વિનુબેન પીઠાભાઈ ગોહેલ (50)એ બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 8 એડબલ્યુ 6203 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના પતિ પીઠાભાઈ ગોહેલ પોતાનું બાઈક નંબર જીજે 1 ડીજી 1258 લઈને મોરબીના જેતપર રોડ ઉપરથી પાવળીયારી થી જસમતગઢ ગામ તરફ જવાના રસ્તા ઉપર નાયરાના પેટ્રોલ પંપ સામે આવેલ કટમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ડિવાઈડર ક્રોસ કરતાં સમયે તેઓના બાઇકને બોલેરો પીકઅપ ગાડીના ચાલકે હડફેટે લેતા ફરિયાદીના પતિને માથામાં તથા હાથે પગે ગંભીર ઇજા થઇ હતી જેથી તેનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે બોલેરો ગાડીના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
