ટંકારા તાલુકામાં કોંગ્રેસ દ્વારા જન અધિકાર અભિયાન અંતર્ગત બેઠક યોજાઇ
મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ-ટીડીઓની સૂઝબૂઝથી શિક્ષકોને મળ્યા સેલેરી પેકેજના અઢળક લાભ
SHARE







મોરબી તાલુકા પંચાયતના પ્રમુખ-ટીડીઓની સૂઝબૂઝથી શિક્ષકોને મળ્યા સેલેરી પેકેજના અઢળક લાભ
મોરબી તાલુકાની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોના પગાર દર મહિને નિયમિત રીતે બેંકમાં થાય છે, છેલ્લા થોડા સમયથી જુદી જુદી બેંકો દ્વારા સેલેરી એકાઉન્ટ માટે મળતા લાભોની જુદી જુદી સ્કીમ અને પેકેજ આવી રહ્યા હતા ત્યારે મોરબી તાલુકાના યુવા પ્રમુખ અશોકભાઈ દેસાઈ અને તાલુકા વિકાસ અધિકારી પી.એસ.ડાંગરની સૂઝબૂઝ અને કુનેહથી શિક્ષકોને સેલેરી એકાઉન્ટ માટેના પેકેજના અઢળક લાભો પ્રાપ્ત થયા છે.
મોરબી તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દિપાબેન બોડા તેમજ શિક્ષકોના તમામ સંગઠનના હોદેદારો અને બેંકના અધિકારીઓની એક મીટીંગ રાખવામાં આવી જેમાં સૌની ઉપસ્થિતિમાં બેંકના અધિકારીઓએ પોત પોતાની સ્કીમ,પેકેજની રજુઆત કરી સમજૂતી આપી હતી જે પૈકી સૌથી વધુ લાભો જે બેંકે આપ્યા એ બેંકમાં સેલેરી એકાઉન્ટ ઓપન કરવાનું સર્વાનુમતે નક્કી કરીને એમ.ઓ.યુ.કરાયા છે. જેમાં આકસ્મિક મૃત્યુ વીમો 1 કરોડ, કુદરતી મૃત્યુ વીમો 5 લાખ, જે કિસ્સામાં એકાઉન્ટ હોલ્ડરનું આકસ્મિક મૃત્યુ થાયએ કિસ્સામાં બાળકોના ભણતર માટે 16 લાખ, ઝીરો બેલેન્સ એકાઉન્ટ, લાઈફ ટાઈમ ફ્રી ડેબિટ/ એટીએમ કાર્ડ સહિતના 15 જેટલા લાભ આપવામાં આવેલ છે. અને ખાસ કરીને સ્પેશિયલ મેડિક્લેઈમની ઓફર ફક્ત ગુજરાત રાજ્યના તમામ શિક્ષણ ખાતાના કર્મચારીઓ માટે આપવામાં આવેલ છે જેમાં ફક્ત 10264 રૂપિયા વાર્ષિક પ્રીમિયમમાં 33 લાખ રૂપિયાનો મેડીક્લેમ પુરા પરિવાર માટે આપવામાં આવેલ છે જેમાં 2 વ્યક્તિ અને તેના 2 બાળકોનું રિસ્કવર થશે.
