ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

માળીયા (મી)-હળવદ રોડે ટ્રક રિવર્સમાં લેતા સમયે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક આધેડનું મોત


SHARE













માળીયા (મી)-હળવદ રોડે ટ્રક રિવર્સમાં લેતા સમયે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એક આધેડનું મોત

માળીયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલા કારખાના પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઈ રહ્યું હતું ત્યારે ટ્રક ચાલકે પાછળ જોયા વગર રિવર્સમાં તેનો ટ્રક લીધો હતો ત્યારે ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જેથી બાઈક ઉપર જઈ રહેલા બે વ્યક્તિ પૈકી એક આધેડને શરીરે ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું આ બનાવની યુવાને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ દાહોદ જિલ્લાના રહેવાસી અને હાલમાં હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ભુપતસિંહ રમેશભાઈ વાદી (32)માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રક નંબર આરજે 9 જીસી 5874 ના ચાલક સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી તથા બળવંતભાઈ મણીલાલ વાદી (49) રહે. ચરાડવા વાળા બાઈક નંબર જીજે 35 પી 9066 લઈને માળિયા હળવદ હાઇવે રોડ ઉપર આવેલ એડટોન કારખાના સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે બેફિકરાઈથી પોતાનું વાહન રિવર્સમાં લેતા ફરિયાદીના ડબલ સવારી બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત કર્યો હતો જેમાં બળવંતભાઈ વાદીને શરીરે ગંભીર ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નિપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાના ટ્રકને લઈને નાસી ગયો હતો જેથી બનાવ સમયે સાથે રહેલા ભૂપતસિંહ વાદીએ હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દારૂ સાથે જુદાજુદા બે વ્યક્તિ પકડાયા

મોરબીની વાવડી ચોકડી પાસે આવેલ ખારી વાળી પ્રાથમિક શાળા નજીકથી પસાર થયેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી 300 ની કિંમત ની દારૂની બોટલ સાથે પરાગભાઈ મહેશભાઈ મકવાણા (27) રહે. થોરાળા ભાવનગર રોડ રામજી મંદિર પાસે આજીડેમ રોડ રાજકોટ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આ દારૂની બોટલ તેણે ભાવિન કાનજીભાઈ રાવળદેવ રહે. સનાળા રોડ હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવતા પોલીસે બંને સામે ગુનો નોંધ્યો છે અને ભાવિન રાવળદેવને પકડવા માટે તજવીજ હાથ ધરી છે જ્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 8 માંથી પસાર થઈ રહેલ શખ્સને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની પ્લાસ્ટિકની બોટલમાંથી 100 એમએલ જેટલું કેફી પીણું મળી આવ્યું હતું જેથી પોલીસે સલમાન ઇબ્રાહીમભાઇ પઠાણ (29) રહે. લાતી પ્લોટ શેરી નંબર 8 મોરબી વાળાને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.




Latest News