ટંકારાના વાછકપર બેડીમાં શેઢા પાસે જેસીબી કેમ ચલાવ્યું? કહીં યુવાન પર લાકડી વડે હુમલો મોરબી જિલ્લાના આયુષ્માન આરોગ્ય મંદિર જીકીયારી દ્વારા NDD ડે અને રાષ્ટ્રીય કૃમિ નાશક દિવસની ઉજવણી કરાઈ મોરબીમાં મુખ્યમંત્રીના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે ધારાસભ્યની હાજરીમાં ભાજપના આગેવાનોની મિટિંગ મળી મોરબી ન્યુ એરા ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીઓ સંસદ ભવનની કરી મુલાકાત મોરબીમાં પેટકોક વપરાતા 15 કારખાનાને જીપીસીબીએ ફટકારી કલોઝર નોટિસ: પ્રત્યેકને 15 લાખનો દંડ, ઉદ્યોગકારોમાં ઓહાપોહ મોરબી જિલ્લા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના કાર્યકર્તાઓની રવિવારે ટંકારામાં શિબિર યોજાશે મોરબીમાં નવરાત્રી આયોજકો  અરજી બાદ સ્પષ્ટ અભિપ્રાય પછી જ મનોરંજન પર્ફોમન્સ લાઇસન્સ અપાશે: અધિકારી મોરબી: ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીના રજીસ્ટ્રેશન માટે ૨૨ મી સુધી મુદત લંબાવાઈ
Breaking news
Morbi Today

ટંકારાના છતર નજીક બીએમડબલ્યુ પાછળ ઇકો કાર ઘૂસી જતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં


SHARE













ટંકારાના છતર નજીક બીએમડબલ્યુ પાછળ ઇકો કાર ઘૂસી જતાં અકસ્માત: કોઈ જાનહાનિ નહીં

ટંકારા રાજકોટ હાઇવે ઉપર છતર ગામથી થોડે આગળ ત્રિશુલ કારખાના નજીકથી બીએમડબલ્યુ કારની પાછળના ભાગમાં ઇકો ગાડીના ચાલકે તેની કાર અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ છે અને તેમાં બીએમડબલ્યુ કારમાં મોટું નુકશાન થયું છે જેથી ભોગ બનેલા આધેડે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે.

રાજકોટની કટારીયા ચોકડી પાસે એક્વામેજિસ્ટિક સોસાયટી બ્લોક નંબર સી 702 માં રહેતા કમલેશભાઈ કાંતિભાઈ ચાંગેલા (50) નામના આધેડે ઇકો ગાડી નંબર જીજે 3 એનડી 7995 ના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ છતર ગામથી થોડે આગળ ત્રિશુલ કારખાના નજીકથી ફરિયાદી પોતાની બીએમડબલ્યુ કાર નંબર જીજે 36 એફ 1998 લઈને જઈ રહ્યા હતા દરમિયાન આરોપીએ પોતાના હવાલા વાળી ઇકો ગાડી બેફિકરાયથી ચલાવીને ફરિયાદીની ગાડીની પાછળના ભાગમાં અથડાવી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં બીએમડબલ્યુ ગાડીની ડેંકીથી લઈને પાછલી સીટ સુધીના ભાગમાં નુકસાન થયું છે જેથી બનાવ સંદર્ભે ભોગ બનેલા આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ઇકો ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

દારૂની રેડ

મોરબીના ત્રાજપર વિસ્તારમાં રહેતા સંજયભાઈ કુંવરીયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની પોલીસને હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 90 લિટર આથો તથા તૈયાર 25 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો જેથી પોલીસે કુલ મળીને 7250 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી સંજયભાઈ ઉર્ફે નો સવજીભાઈ કુંવરિયા (28) રહે. ભગવતી ચેમ્બરની બાજુમાં ત્રાજપર વાળાની ધરપકડ કરી તેની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News