ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ મોરબીમાં 16 શ્રાદ્ધ નિમિત્તે અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ મોરબીમાં આઈટીઆઈ પાસે અકસ્માતોને નિવારવા માટે વિદ્યાર્થીઓએ કર્યો ચક્કાજામ: હવે કરશે કલેકટરને રજૂઆત વાંકાનેર સિટી અને તાલુકામાં દારૂના ગુનામાં નાસતા ફરતા બે આરોપીને ઝડપી લીધા
Breaking news
Morbi Today

ટંકારાની દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજમાં મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો


SHARE









ટંકારાની દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજમાં મહિલા સશક્તિકરણનો કાર્યક્રમ યોજાયો

મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની તાલીમ મહિલાઓને રોજગારીના નવા અવસર પ્રદાન કરે છે તે બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી તથા શિક્ષકગણ દ્વારા સંપૂર્ણ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો તેવું મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.




Latest News