મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી
વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ
SHARE







વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ
વાંકાનેરમાં નવાપરા પંચાસર રોડ ઉપર જય ગોપાલ ડેરી ફાર્મમાંથી રોકડા રૂપિયા 1.94 લાખ તથા ડેરીની ચેકબુક અને બિલ ભરેલ થેલાની ચોરી કરવામાં આવી હતી જેથી અજાણ્યા શખ્સ સામે ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ચોરીમાં ગયેલ રોકડ સહિતના મુદામાલ સાથે આરોપીને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.
વાંકાનેરના જેતપરડા ગામે રહેતા લીંબાભાઇ કરસનભાઈ સરૈયા (45)એ અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, વાંકાનેરના નવાપરા પંચાસર રોડ ઉપર આવેલ તેઓની જય ગોપાલ ડેરી ફાર્મ ખાતે થેલામાં રોકડા રૂપિયા 1.94 લાખ તથા બિલ બુક અને જય ગોપાલ ડેરી ફાર્મની બેકની ચેકબુક ભરેલ હતી જે થેલાની ડેરીમાંથી કોઈ અજાણ્યા શખ્સ દ્વારા નજર ચૂકવીને ચોરી કરી લેવામાં આવી હતી જેથી ભોગ બનેલ યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી તેવામાં હસનપર બ્રિજ પાસેથી પંચાસર તરફ જવાના રસ્તા પાસે એક શંકાસ્પદ હાલતમાં ઉભેલ હોવાની હક્કિત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જઈને તેની પૂછપરછ કરી હતી અને તેની પાસેનો થેલો ચેક કર્યો હતો ત્યારે તેમાંથી રોકડા રૂપિયા 1.94 લાખ તથા બિલ બુક અને જય ગોપાલ ડેરી ફાર્મની બેકની ચેકબુક મળી આવી હતી જેના કબ્જે કરી હતી અને આરોપી આફતાબ હસનભાઇ બેલીમ (25) રહે. હાલ હસનપર મૂળ રહે. નાની વાવડી ગામ તાલુકો ગરીયાધાર વાળાની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી કરેલ છે.
