મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન
SHARE







મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન
મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે અને આગામી તા 21 ને રવિવારે બપોરે દોઢ વાગ્યેથી મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડી ખાતે 16 મો સરસ્વતી સન્માન સમારોહ યોજાશે.
મોરબીમાં દર વર્ષે જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરાયું છે જેમાં સમસ્ત આહીર સમાજના વિદ્યાર્થીઓને તથા વર્ગ-1 અને વર્ગ-2 ના કર્મચારીઓ તથા નિવૃત્ત કર્મચારીઓને સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે વવાણિયા માતૃશ્રી રામબાઈ મા ની જગ્યાના મહંત પ્રભુદાસજી મહારાજ હાજર રહેશે. તે ઉપરાંત રામધન આશ્રમના મહંત ભાવેશ્વરીબેન, મયુરનગર માતૃશ્રી રામબાઈ મા મંદિરના મહંતા વ્રજકિશોરીબેન, મુખ્ય વક્તા તરીકે ગુજરાત આહીર કેળવણી મંડળના પ્રમુખ પ્રવિણભાઈ ભેડા સહિતના સમાજના આગેવાનો હાજર રહેશે. આ કાર્યક્રમના સૌજન્ય વેણાસરના વતની અરજણભાઈ મેરામભાઈ હુંબલ છે. જેથી સમાજના દીકરી દીકરીઓને પ્રોત્સાહન આપવા માટે યોજાયેલ કાર્યક્રમમાં સમાજના લોકોને હાજર રહેવા માટે સમસ્ત આહીર સમાજના પ્રમુખ દિનેશભાઈ હુંબલ અને મંત્રી મયુરભાઈ ગાજીયાએ આમંત્રણ આપ્યું છે.
