મોરબીનુ ગૌરવ: ધારાસભ્યના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની લિજેન્ડ 90 લીગના ડિરેકટર તરીકે પસંદગી કરાઇ
SHARE







મોરબીનુ ગૌરવ: ધારાસભ્યના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની લિજેન્ડ 90 લીગના ડિરેકટર તરીકે પસંદગી કરાઇ
મોરબીના ધારાસભ્યના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની તાજેતરમાં લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમા ડિરેકટર તરીકે પસંદગી કરવામાં આવી છે. જેથી મોરબી સહિત સમગ્ર ગુજરાતમાંથી તેને શુભેચ્છાઓ પાઠવવામા આવી રહી છે.
વૈશ્વિક સ્તર પર રમતી લિજેન્ડ 90 લીગના બોર્ડ ઓફ ડિરેક્ટર્સના ડાયરેક્ટર તરીકે મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની પસંદગી કરવામાં આવેલ છે જે મોરબી માટે ગૌરવની વાત છે. વધુમાં માહિતી આપતા પ્રથમભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે, આ લીગના બ્રાન્ડ એમ્બેસેડર સૌરવ ગાંગુલી છે અને આગામી સમયમાં સિઝન 4ની જાહેરાત થવાની છે જેમાં ક્રિકેટમાંથી નિવૃત થયેલ ખેલાડીઓની જુદીજુદી ટીમો બનાવવામાં આવશે અને ત્યાર બાદ તેઓની વચ્ચે ક્રિકેટ મેચ રમાશે. હાલમાં પ્રથમભાઈ અમૃતિયાને ચોમેરથી શુભકામનાઓ મળી રહી છે.
