મોરબીનુ ગૌરવ: ધારાસભ્યના દીકરા પ્રથમભાઈ અમૃતિયાની લિજેન્ડ 90 લીગના ડિરેકટર તરીકે પસંદગી કરાઇ
માળીયા (મી)ના વવાણીયા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE







માળીયા (મી)ના વવાણીયા ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત
માળીયા મિયાણાં તાલુકાના વવાણીયા ગામે તળાવમાં ડૂબી જવાના કારણે યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા કુલદીપભાઈ વિઠ્ઠલભાઈ ખીમાણીયા (19) નામનો યુવાન ગામે આવેલ તળાવમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન તળાવમાં મૂર્તિ ધોવા માટે થઈને ગયો હતો દરમિયાન કોઈ કારણોસર અકસ્માતે તે પાણીમાં પડી જતા પાણીમાં ડૂબી જવાના કારણે તેને મોત નીપજયું હતું.
જનાવર કરડી ગયું
મોરબીના લાલપર ગામ નજીક આવેલ સિરામિક કારખાનામાં રહેતા પપ્પુભાઈ પાટીલના 6 વર્ષના દીકરા કાર્તિકને કોઈ જનાવર કરડી જતાં તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી
ઝેરી અસર થતાં સારવારમાં
મોરબી તાલુકાના ચકમપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા ભરતભાઈ પાંડયાભાઇ રાઠવા (35) નામનો યુવાન ખેતરમાં ઝેરી દવાણો છંટકાવ કરતો હતો ત્યારે તેને ઝેરી અસર થવાના કારણે તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
