મોરબીના લખધીરપુર રોડ ઉપર ગટરમાંથી યુવાનની લાશ મળી
SHARE







મોરબીના લખધીરપુર રોડ ઉપર ગટરમાંથી યુવાનની લાશ મળી
મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર કારખાના પાસેની ગટરમાંથી આશરે ૪૫ થી ૫૦ વર્ષના યુવાનની લાશ મળી આવી હતી.જેથી પોલીસને જાણ થતા તાલુકા પોલીસે બનાવ અંગે નોંધ કરીને મૃતકની ઓળખ મેળવવા માટે આગળની તજવીજ શરૂ કરી છે.
મોરબી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી નંદરામભાઇ મેસવાણિયા પાસેથી મળતી માહિતી પ્રમાણે, મોરબી-વાંકાનેર હાઇવે લખધીરપુર રોડ ઉપરના મેટ્રો સિરામિક કારખાના પાસેની ગટરમાંથી કોઈ કારણોસર મરણ ગયેલ હાલતમાં આશરે ૪૫ થી ૫૦ વર્ષના યુવાનની ડેડબોડી મળી આવી હતી.જેથી તેને ૧૦૮ એમ્બ્યુલન્સ વડે સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ છે અને તેની પીએમ સહિતની વિધિ કરવા માટે મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે.હાલ આ મૃતક યુવાન કોણ છે ? અને કયા કારણોસર તેનું મોત નીપજ્યું છે ? તે દિશામાં તાલુકા પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.આ બાબતે જો કોઈને કોઈ પ્રકારની માહિતી હોય તો તપાસ અધિકારી નંદરામભાઇ મેસવાણિયાના મોબાઇલ નંબર ૯૯૦૪૭ ૧૩૨૪૭ ઉપર અથવા તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મોબાઈલ નંબર ૬૩૫૯૬ ૨૬૦૬૬ ઉપર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવેલ છે.
યુવાન સારવારમાં ખસેડાયો
મોરબીના સામાકાંઠે માળિયા ફાટક પાસેના કાંતિનગર વિસ્તારમાં રહેતા મુસ્તાકભાઈ શેખ નામના ૪૦ વર્ષના યુવાનને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.જેથી ૧૦૮ વડે તેને સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર પાસેની મધુ સ્મૃતિ સોસાયટીમાં રહેતા ક્રિષ્નાભાઈ સીતારામભાઈ નામના ૩૮ વર્ષના યુવાનને તાવ અને ઉલ્ટીના લીધે ૧૦૮ વડે સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.તે રીતે જ રાજકોટ નજીકના ઉમરાળા ગામના શિવીબેન દેવાભાઈ ભીલ (૫૭) નામના મહિલાને મોરબીના લાલપર ગામે મેલડી માતાના મંદિર નજીક બાઇક સ્લીપ થવાના બનાવમાં ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના રવાપર ગામે આવેલ સરદારનગર સોસાયટીમાં રહેતા મુન્નાભાઈ ગોવિંદભાઈ બકુત્રા નામના ૪૧ વર્ષના યુવાનને વીસીપરામાં કોઈ જનાવર કરડી ગયેલ હોય તેને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.
વાહન અકસ્માત
મોરબીના રવાપર ગામે શક્તિ ટાઉનશિપ સામે રહેતા પ્રદીપભાઈ સીતારામભાઈ રામાનુજ નામના ૨૮ વર્ષના યુવાનને લાલપર ગામે મેલડી માતા મંદિર પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.તેમજ મોરબીના માળિયા હાઇવે અમરનગર ગામ પાસે છોટા હાથી વાહન પલ્ટી મારી જતા પ્રકાશ ગગોરાભાઈ શીરવી (૩૫) રહે.માળિયા(મિં.) ને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.મૂળ રાજસ્થાન હાલ મોરબીના રફાળેશ્વર ગામે રહેતા સવિતાદેવી કોટેડ (૩૫) નામની મહિલાને બાઈકમાં જતા સમયે રફાળેશ્વર ખોડીયાર મંદિર નજીક વાહન સ્લીપ છતાં સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યા હતા.
