મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની આરતી પાછળનો ખર્ચ બચાવીને સમાજની 50 દીકરીઓને આર્થિક સહાય કરાશે
SHARE







મોરબીની ઉમિયા નવરાત્રીમાં આઠમની આરતી પાછળનો ખર્ચ બચાવીને સમાજની 50 દીકરીઓને આર્થિક સહાય કરાશે
મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને ત્યાં દર વર્ષે આઠમની ભવ્ય મહાઆરતી કરવાં આવે છે અને અને તેના માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે જો કે, આ વર્ષે પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. અને આઠમની આરતીના યજમાન યજમાન દ્વારા દેખાડો કરવા માટે કોઈ ખર્ચ કરવાને બદલે આરતી પાછળ કરવામાં આવનાર ખર્ચની રકમને સમાજની જરૂરિયાત મંદ 50 દીકરીઓને આપવાનો નિર્ણય કર્યો છે.
મોરબીમાં રહેતા કિશનભાઈ ગામી કે જે આ વર્ષે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં આઠમની આરતીના યજમાન છે અને તેઓએ આઠમની મહાઆરતીના ચઢાવાની રકમ તેમજ આરતી પાછળ થતો બિનજરૂરી દેખાડા અને ભવ્ય એન્ટ્રીનો ખર્ચ બચાવીને આ રકમ પાટીદાર સમાજની આર્થિક જરૂરિયાત ધરાવતી 50 બહેન-દીકરીઓને આપવાનો નિર્ણય કર્યો છે. જેથી આ વર્ષે આઠમની મહાઆરતી યજમાન નહીં, પરંતુ જે 50 બહેન દીકરીઓને સહાય આપવામાં આવશે તે દીકરીઓ અને તેના પરિવારજનો દ્વારા કરવામાં આવશે. આ વિચારને શ્રી ઉમિયા નવરાત્રી સમિતિને આવકારી લીધેલ છે અને કિશનભાઈ ગામીના સદકાર્યને બિરદાવવામાં આવેલ છે.
વધુમાં માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ હતું કે, આર્થિક સહાય માટે કેટલાક માપદંડ નક્કી કરવામાં આવેલ છે. જેમાં સહાય ફક્ત પાટીદાર સમાજની અપરણિત બહેન-દીકરીઓ માટે મર્યાદિત છે, એવી બહેન-દીકરીઓ કે જેમના માતા-પિતા હયાત ન હોય અથવા પિતા હયાત ન હોય અને અન્ય કોઈ આર્થિક સ્ત્રોત-સાધન ન હોય, યોગ્ય બહેન-દીકરીને સહાય મળે તે માટે સમાજના આગેવાનોના અભિપ્રાયને ધ્યાનમાં રાખીને આખરી નિર્ણય લેવામાં આવશે. જેથી પાટીદાર પરિવારના સભ્યોને અપીલ કરીને જરૂરિયાતમંદ બહેન-દીકરીઓના નામની નોંધણી કેતનભાઇ વિલપરા (99789 20222 ), એમ.વી. દલસાણીયા (97122 51081) અને કિશનભાઈ ગામી (99798 79896) પાસે કરાવવા માટે જણાવ્યુ છે.
