માળીયા (મી)ના જસાપર ગામે ચોરી કરવા માટે ઘરમાં લોખંડના દરવાજાની જાળી તોડી
SHARE







માળીયા (મી)ના જસાપર ગામે ચોરી કરવા માટે ઘરમાં લોખંડના દરવાજાની જાળી તોડી
માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા યુવાનના ઘરને નિશાન બનાવીને ચોરી કરવા માટે લોખંડના દરવાજાની જાળી તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેથી યુવાન દ્વારા હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અજાણ્યા શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા તાલુકાના જસાપર ગામે કૃષ્ણ શેરીમાં રહેતા લાલજીભાઈ નારણભાઈ ડાંગર (28)એ બે અજાણ્યા શખ્સોની સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, ચાર દિવસ પહેલા બે અજાણ્યા શખ્સો દ્વારા તેઓના ઘરને નિશાન બનાવવામાં આવ્યું હતું અને ચોરી કરવાના ઇરાદે રાત્રિના સમયે ઘરના મુખ્ય દરવાજાની લોખંડની જાળીને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ચોરી કરવાની કોશિશ કરી હતી જેથી યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
યુવાન સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ રણછોડનગર વિસ્તારમાં રહેતો સતિષભાઈ મગનભાઈ (42) નામનો યુવાન 20 દિવસ પહેલા પગપાળા ચાલીને મોરબીનગર વીસીપરા વિસ્તારમાંથી જઈ રહ્યો હતો દરમ્યાન કોઈ કારણોસર તે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબીને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
સગીરા સારવારમાં
મૂળ બિહારના રહેવાસી પરિવારની રાનીકુમારી નવલભાઇ ચૌધરી (17) નામની સગીરા મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ વિલ્સન પેપર મિલમાં 13 ફૂટ ઊંચી દિવાલ ઉપરથી નીચે પડી જતા તેને ઇજા થઈ હતી જેથી ઇજા પામેલ સગીરાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
