માળીયા (મી)ના જસાપર ગામે ચોરી કરવા માટે ઘરમાં લોખંડના દરવાજાની જાળી તોડી
માળીયા (મી)ના હરીપર ગામના પાટીયા પાસે બંધ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ઇજા પામેલ કંડક્ટર સારવારમાં
SHARE







માળીયા (મી)ના હરીપર ગામના પાટીયા પાસે બંધ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ઇજા પામેલ કંડક્ટર સારવારમાં
મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ હરીપર ગામના પાટીયા પાસે ટ્રક ચાલકે રોડ સાઈડમાં કોઈ પણ પ્રકારનું સિગ્નલ રાખ્યા વગર પોતાનું વાહન ઊભું રાખ્યું હતું જેમાં પાછળથી એસટી બસ અથડાઈ હતી જે અકસ્માતના બનાવમાં બસના કંડકટરને હાથે અને પગે ફેક્ચર જેવી ઈજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલને લઈ ગયા હતા અને ત્યારબાદ આ બનાવ સંદર્ભે બસના ડ્રાઇવરે ટ્રક ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ જૂનાગઢ જિલ્લાના કોયલાણા ગામના રહેવાસી અને હાલમાં કચ્છ જિલ્લાના નખત્રાણા ગામે પ્રાચીનગર-3 માં રહેતા અને એસટીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા રામભાઈ વિરમભાઈ સોલંકી (31)એ ટ્રક નંબર જીજે 37 ટી 6567 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર હરીપર ગામના પાટીયાથી આગળના ભાગમાં આવતા જતા વાહનોને અડચણરૂપ થાય તે રીતે કોઈપણ પ્રકારનું સિગ્નલ રાખ્યા વગર આરોપીએ પોતાનું વાહન ઉભું રાખ્યું હતું દરમ્યાન પાછળથી આવી રહેલ ફરિયાદીની એસટી બસ નંબર જીજે 18 ઝેડ 9239 ટ્રકની પાછળ અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં બસના કંડકટર વિજયસિંહને ડાબા પગમાં સામાન્ય ઇજા તથા ડાબા હાથની આંગળીમાં ફેકચર જેવી ઇજા થઈ હતી જેથી સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ બસના ડ્રાઈવરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઇક સ્લીપ
મોરબીના મહેન્દ્રનગર ગામે રહેતો હિતેશ બાબુલાલ (49) નામનો યુવાન રામધન આશ્રમ પાસેથી બાઈક લઈને પસાર કર્યો હતો ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી
ફિનાઇલ પી જતાં સારવારમાં
મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતો રાજેશભાઈ વિનુભાઈ ઝીંઝવાડીયા (30) નામનો યુવાન ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ફિનાઇલ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.
