માળીયા (મી)ના હરીપર ગામના પાટીયા પાસે બંધ ટ્રકની પાછળ એસટીની બસ અથડાઇ: ઇજા પામેલ કંડક્ટર સારવારમાં
મોરબીના જુના ઘૂટું રોડે ટ્રક ટ્રેલરમાંથી વિદેશી દારૂના નાના 576 પાઉચ મળ્યા: 10.91 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ
SHARE







મોરબીના જુના ઘૂટું રોડે ટ્રક ટ્રેલરમાંથી વિદેશી દારૂના નાના 576 પાઉચ મળ્યા: 10.91 લાખના મુદામાલ સાથે બે ની ધરપકડ
મોરબીના જુના ઘૂટું રોડ ઉપરથી પસાર થઈ રહેલા ટ્રક ટ્રેલરને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યુ હતું ત્યારે વાહનમાંથી દારૂના નાના 576 પાઉચ મળી આવ્યા હતા જેથી 41,472 રૂપિયાની કિંમતનો દારૂ અને 50,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન તથા વાહન મળીને 10,91,472 નો મુદ્દામાલ કબજે કરી બે આરોપીની ધરપકડ કરી હતી અને તેની સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ કરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગના હતી ત્યારે મોરબીના જુના ઘુટુ રોડ ઉપર આવેલ સીરામીક કારખાના સામેથી ટ્રક ટ્રેલર નંબર આરજે 1 જીઇ 5786 પસાર થઈ રહ્યું હતું તે વાહનને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી રોયલ ક્લાસિક વિસ્કી ફોર સેલ ઇન રાજસ્થાન ઓન્લી લખેલ 180 એમએલના સીલપેક 576 પાઉચ મળી આવ્યા હતા જેથી પોલીસે 41,472 રૂપિયાની કિંમતનો દારૂ, 50,000 રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન અને 10 લાખ રૂપિયાનું વાહન આમ કુલ મળીને 10,91,472 ના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી રાજેન્દ્રસિંહ ઉર્ફે રાજુ ભોલસિંગ રાવત (20) રહે. ખેતા બાડીયા સાંકેતનગર બ્યાવર રાજસ્થાન અને રાહુલભાઈ શોકીનભાઈ કટત (19) રહે. નાનલા રાયપુર રાજસ્થાન વાળાની ધરપકડ કરી હતી અને આ બંને શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે અને તેના વાહનમાંથી મળી આવેલ દારૂનો જથ્થો તેઓ ક્યાંથી ભરીને લાવ્યા હતા અને કોને આપવાના હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે
વરલી જુગાર
મોરબીના કંડલા બાઇપાસ રોડ ઉપર આવેલ માધવ હોટલ નજીક જાહેરમાં વરલી જુગારના આંકડા લેવામાં આવતા હતા ત્યાં પોલીસે જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ અમરશીભાઈ (58) રહે. નાની વાવડી ખોડીયાર ડેરી સામે મોરબી વાળા વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 700 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
