મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં આધેડનું મોત: ફોરેન્સિક પીએમ કરાયું
SHARE







મોરબીના લખધીરપુર રોડે કારખાનાના લેબર કવાર્ટરમાં આધેડનું મોત: ફોરેન્સિક પીએમ કરાયું
મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા આધેડનું તેના કવાર્ટરમાં બે દિવસ પહેલા કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું જેથી તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ હોલિસ સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા મુન્નાપ્રસાદ સીતારામપ્રસાદ તાતી (51) નામના આધેડનું લેબર કોલોનીના તેના કવાર્ટરની અંદર કોઈ કારણોસર બે દિવસ પહેલા મૃત્યુ નીપજ્યું હતું અને તેની લાશને રોશનપ્રસાદ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાર બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલ સી.કે. પઢિયાર સાથે વાત કરતાં તેઓએ જણાવ્યુ હતું કે, આધેડ છેલ્લા થોડા દિવસોથી બીમાર હતા અને કવાર્ટરને અંદરથી બંધ કરેલ હતું દરમ્યાન તેનું મોત નીપજયું હતું અને બોડી ડિકમ્પોઝ થઈ ગયેલ હોવાથી તેના મૃતદેહને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ લઈને જવામાં આવેલ છે.
મારામારીમાં ઇજા
રાજકોટ નજીક આવેલ ગૌરીદળના રહેવાથી નવઘણભાઈ છગનભાઈ વકાતર (35) નામના યુવાનને મોરબીના ભરતનગર પાસે માળિયા હાઇવે રોડ ઉપર આવેલ બ્રિજ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
