મોરબીના વાવડી ગામ પાસે કાર ચાલકે બાઈકને હડફેટ લેતા ઇજા પામેલ યુવાન રાજકોટ ખસેડાયો મોરબીમાં 23 વર્ષ પહેલા વૃદ્ધાની હત્યા કરીને સોનાના દાગીનાની લૂંટના ગુનામાં 23 વર્ષથી મથુરા જિલ્લામાં સાધુ બનીને રહેતો આરોપી ઝડપાયો મોરબી શહેરમાં જુદીજુદી ત્રણ જગ્યાએ દારૂની રેડ: 170 બોટલ દારૂ કબ્જે, ત્રણ આરોપી પકડાયા, બેની શોધખોળ હળવદની દેવળીયા ચોકડી નજીક ગાડી રોંગ સાઈડમાં આવવા બાબતે યુવાનને મારમારીને જાનથી મારી નાખવાની ધમકી વર્ષો જૂનો પ્રશ્ન ઉકેલાયો: મોરબીના વાડી વિસ્તારમાં એકી સાથે 313 લોકોને વીજ કનેક્શન અપાયા, ધારાસભ્યની મહેનત રંગ લાવી મોરબીમાં બાઇક સાથે બાઇક અથડાવીને ઇજા થઈ હોવાનું નાટક કરીને યુવાન પાસેથી 85 હજાર રૂપિયા પડાવી લીધા ! ટંકારાના મીતાણા પાસે પવનચક્કીમાંથી 15 કિલો કેબલ વાયર-8 કિલો તાંબાની પ્લેટની ચોરી મોરબીના આંદરણા નજીક મહિલાની હત્યા, પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી: મૃતક મહિલાની ઓળખ મેળવવા તજવીજ
Breaking news
Morbi Today

ટંકારાના લતીપર રોડે આજી નદીના પુલ પાસે ઊભા કરેલ ગેન્ટ્રી ગાર્ડ તોડી નાખનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE













ટંકારાના લતીપર રોડે આજી નદીના પુલ પાસે ઊભા કરેલ ગેન્ટ્રી ગાર્ડ તોડી નાખનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાના લતીપર રોડ ઉપર આવેલ આજી નદીના પુલનું સમારકામ ચાલી રહ્યું છે જેથી ત્યાં ભારે વાહનોની પ્રવેશબંધી કરવામાં આવી છે અને પુલના બંને છેડે ગેન્ટ્રી ગાર્ડ ઊભા કરવામાં આવેલ છે જોકે ટ્રક ચાલકે પોતાનું વાહન બેફિકરાઈથી ચલાવીને બંને બાજુના ગેન્ટ્રી ગાર્ડ મૂક્યા હતા તેને તોડી નાખેલ છે જેથી સરકારી મિલકતને 15,000 નું નુકસાન થયું હોય હાલમાં માર્ગ મકાન વિભાગના ઇજનેર દ્વારા ટ્રકના ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ ટંકારાના લતીપર રોડ ઉપર આજી નદીનો પુલ આવેલ છે જેનું સમારકામ કરવામાં આવી રહ્યું છે જેથી કલેક્ટર દ્વારા ત્યાં ભારે વાહનોની પ્રવેશબંધી માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને પુલની બંને બાજુએ ગેન્ટ્રી ગાર્ડ ઉભા કરવામાં આવ્યા હતા જોકે ટ્રક નંબર એચઆર 46 એફ 3178 ના ચાલકે બેફિકરાથી પોતાનું વાહન ચલાવીને પુલના બંને છેડે ઊભા કરવામાં આવેલ ગેન્ટ્રી ગાર્ડને તોડી નાખ્યા હતા અને ટ્રક ડ્રાઇવરનું નામ પૂછતા તેને પોતાનું નામ સમીમ મુસ્તાકભાઈ ખાન (23) રહે. કુરકાન્યા રાજસ્થાન વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે સરકારી મિલકતને નુકસાન કરવા સબબ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જલારામ પાર્કમાં રહેતો પાર્થ ભરતભાઈ ભોજાણી (25) અને તેનો ભાઈ ધવલ ભરતભાઈ ભોજાણી (26) નામના બે યુવાનો બાઈક ઉપર માળીયા હાઇવે રોડ ઉપર આવેલ લિઓલી સીરામીક કારખાના સામેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર અકસ્માતના બનાવમાં બાઈકમાંથી પડી જવાના કારણે તે બંને ભાઈઓને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઇક સ્લીપ

મોરબીના પરશુરામનગરમાં રહેતા સુરેશભાઈ મનજીભાઈ વામજા (51) નામના આધેડ મોરબીના ઘુટુ રોડ ઉપર આવેલ સિમ્પોલો સિરામિક કારખાના પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ આધેડને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

બાળક સારવારમાં

હળવદમાં રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતા શૈલેષભાઈનો 14 વર્ષનો દીકરો શામજી બાઇકમાં પાછળના ભાગે બેસીને ઇંગોરાળા કીડી રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન કોઈ કારણસર બાઇક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ બાળકને સારવાર માટે મોરબીની ઓમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.




Latest News