વાંકાનેરના લુણસર સામુહીક આરોગ્ય કેન્દ્રમાં 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી
મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ખેતરનો દસ્તાવેજ કરાવી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
SHARE







મોરબીમાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરીને ખેતરનો દસ્તાવેજ કરાવી લેવાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત
મોરબીમાં ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરી હતી અને બળજબરીથી ખેતરનો દસ્તાવેજ કરવી લીધેલ છે તેવી ફરીયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી જે ગુન્હામાં આરોપી વિપુલભાઈ અમુભાઈ અવાડીયાની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવેલ હતો ત્યાર બાદ તેના વકીલ મારફતે જામીન અરજી મોરબીની કોર્ટમાં કરવામાં આવી હતી જેમાં વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને જામીન મૂકત કરેલ છે.
આ બનાવની ટુંકમાં હકકીત એવી છે કે, ફરીયાદ શૈલેષભાઈ ભીખાભાઈ જીવાણીએ મોરબી એ ડિવિઝનમાં આરોપી વિપુલભાઈ અમુભાઈ અવાડીયા સામે ઉછીની લીધેલ રકમના વ્યાજની પઠાણી ઉઘરાણી કરી બળજબરીથી ફરીયાદીના ખેતરનો દસ્તાવેજ આરોપીના પીતાના નામે કરાવી લીધેલ છે જે ફરીયાદ આધારે પોલીસે આરોપી વિપુલ અમુભાઈ અવાડીયાની ઘરપકડ કરી હતી અને તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આરોપી વિપુલભાઈ અમુભાઈ અવાડીઆએ મોરબીના સીનીયર વકીલ મનીષ પી. ઓઝા) (ગોપાલભાઈ) તથા મેનાઝ એ. પરમાર મારફત મોરબીની સેસન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા માટે જામીન અરજી કરી હતી અને આરોપીના વકીલ મનીષ પી. ઓઝા (ગોપાલભાઈ)ની ધારદાર દલીલ માન્ય રાખી આરોપીને સેસન્સ જજ કે.આરે. પંડયા સાહેબે શરતોને આધીન રેગ્યુલર જામીન પર મુક્ત કરવાનો હુકમ કરેલ છે.
