મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત કાલે બાઈક રેલી-કળશયાત્રા તેમજ લાઇવ સ્કીનનું આયોજન


SHARE













મોરબીમાં ભવ્ય કાશી દિવ્ય કાશી અંતર્ગત કાલે બાઈક રેલી-કળશયાત્રા તેમજ લાઇવ સ્કીનનું આયોજન

'ભવ્ય કાશી દિવ્ય કાશી' માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પ્રણ લીધુ હતું કે કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરનો જીર્ણોદ્ધાર કરીને વિશ્વભરમાં વસતા શિવભક્તો માટે વિશાળ કોરિડોર બનાવવામાં આવે ત્યારે આજે કાશી વિશ્વનાથ કોરિડોરનું કામ પૂર્ણ થતા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્રારા આવતી કાલ તા.૧૩-૧૨ ના રોજ સવારે ૧૧ કલાકે કાશી વિશ્વનાથ બાબાના આર્શીવાદથી આ ભવ્ય કોરિડોર દેશને સમર્પિત કરશે.તે અંતર્ગત મોરબી જિલ્લા ભાજપ પરિવાર દ્વારા મોરબી ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત તા.૧૩ ના સવારે ૧૦ વાગ્યે યુવા ભાજપની ટીમ દ્રારા ભવ્ય બાઈક રેલી યોજાશે આ રેલી નરસંગ ટેકરી મંદિરથી સ્વાગત હોલ ખાતે ત્યાંથી કેનાલ રોડ થઇને ઉમિયા સર્કલથી સનાળા રોડ નવા બસ સ્ટેન્ડ સામે સરદાર પટેલના સ્ટેચ્યૂ ખાતે અને ત્યાંથી પરત નરસંગ ટેકરી મંદિર ખાતે પૂર્ણ થશે ત્યારબાદ

તેમજ સવારે ૧૦ કલાકે મહીલા ભાજપની ટીમ દ્રારા કળશયાત્રા યોજાશે.બાદમાં કાશી ખાતે પીએમ મોદી જીર્ણોદ્ધાર બાદના નવનિર્મીત કાશી વિશ્વનાથ મહાદેવના જ્યોતિર્લિંગના પ્રાચીન મંદિરને જનતાને સમર્પીત કરવાના છેતે લાઈવ કાર્યક્રમ તા.૧૩-૧૨ ને સોમવારે સવારે ૧૧ કલાકે યોજાનાર છે તે લાઇવ કાર્યક્રમ લોકો નિહાળી શકે તે માટે મોરબી જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દુર્લભજીભાઇ દેથરીયા તેમજ જીલ્લા ભાજપની ટીમ દ્રારા નરસંગ મંદિર રવાપર રોડ ખાતે લાઇવ કાર્યક્રમ જોઇ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમ જીલ્લા ભાજપ દ્રારા યાદીમાં જણાવવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મહામંત્રી જયુભા જાડેજા, બાબુભાઈ હુંબલ અને રણછોડભાઈ દલવાડી તથા જિલ્લા ભાજપની ટીમ તેમજ યુવા-મહીલા ભાજપ ટીમ દ્રારા જહેમત ઉઠાવનામાં આવી રહી છે.




Latest News