મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીમાં સવા ત્રણ કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા


SHARE













મોરબીમાં સવા ત્રણ કરોડના વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરતાં મંત્રી બ્રિજેશભાઇ મેરજા

આલાપ પાર્ક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ કબીર ટેકરી વિસ્તારમાં સીસી રોડના કામનું ખાતમૂહુર્ત કરાયું

મોરબી નગરપાલિકા હસ્તકના આલાપ પાર્ક રોડ ઉપર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ કબીર ટેકરી વિસ્તારમાં
સીસી રોડના કામનું ખાતમૂહુર્ત પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વંત્રત હવાલો), ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના રાજ્ય મંત્રી બ્રિજેશભાઇ મેરજાના હસ્તે મોરબી ખાતે કરવામાં આવ્યું હતું.
 
આ પ્રસંગે પંચાસર મેઇન રોડ તેમજ કબીર ટેકરી ખાતે યોજાયેલ સમારંભમાં મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, મોરબીના સમતોલ વિકાસના ધ્યેય સાથે આગળ વધી રહ્યા છીએ.મોરબી નગરપાલિકાના સુત્રધારો તેમજ સંગઠનના હોદ્દેદારોના સંકલન થકી દર અઠવાડીયે લોકાભિમુખ કાર્યો મોરબીની પ્રજાને અર્પણ કરવા માટે સંકલ્પબદ્ધ થયા છીએ ત્યારે આજે અમૃત યોજના હેઠળ પંચાસર મેઇન રોડ, એચડીએફસી બેંકથી લીલાપર સ્માશન સુધી, આલાપપાર્ક રોડ પર સ્ટ્રોમ વોટર ડ્રેનેજનું કામ તેમજ વ્યવસાય વેરા ગ્રાન્ટમાંથી કબીર ટેકરી વિસ્તારમાં સીસી રોડના કામોનું લગભગ સવા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે ખાતમૂહુર્ત કરવામાં આવ્યું છે.આ પ્રસંગે જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા તેમજ શહેર ભાજપ પ્રમુખ લાખાભાઇ જારીયા નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, નગરપાલિકાની વિવિધ સમિતિઓના ચેરમેનો, સદસ્યો, ચીફ ઓફિસર સરૈયા, વિસ્તારના અગ્રણીઓ હાજર રહ્યા હતા.



Latest News