ટંકારાના જીવાપર ગામે સગીરાના અપહરણના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
મોરબીના એએસઆઈ કનુભા ગઢવી સહિત બે કર્મચારી નિવૃત થતાં એસપી દ્વારા વિદાયમાન અપાયું
SHARE







મોરબીના એએસઆઈ કનુભા ગઢવી સહિત બે કર્મચારી નિવૃત થતાં એસપી દ્વારા વિદાયમાન અપાયું
મોરબીના કનુભા રાણાભા બળદા (ગઢવી) અનાર્મ પો.કો. તરીકે રાજકોટ ગ્રામ્ય જિલ્લામા ૧૯૯૬ પોલીસ બેડામાં જોડાયા હતા અને તેઓએ જેતપુર સીટી, માળિયા, મોરબી સીટી, વાંકાનેર સીટી અને તાલુકા, હળવદ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવી છે અને તેઓ વય મર્યાદાના લીધે તા.૩૦-૯-૨૫ના રોજ નિવૃત થયા છે. તેમજ પોલીસ હેડ કોન્સટેબલ જસવંતભાઈ સવાભાઈ કાનગડ પોલીસ હેડ ક્વાર્ટર મોરબી જિલ્લામાં ફરજ બજાવતા હતા તેઓ પણ વય નિવૃત થતા મોરબીના એસપી મુકેશકુમાર પટેલ દ્વારા તે બંને પોલીસ કર્મચારીઓને સન્માનભેર વિદાયમાન આપવામાં આવ્યું હતું.
