મોરબીના એએસઆઈ કનુભા ગઢવી સહિત બે કર્મચારી નિવૃત થતાં એસપી દ્વારા વિદાયમાન અપાયું
મોરબી જીલ્લામાં છેલ્લા 6 દિવસમાં એકથી સવા ત્રણ ઇંચ વરસાદ: ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને મોટું નુકશાન
SHARE







મોરબી જીલ્લામાં છેલ્લા 6 દિવસમાં એકથી સવા ત્રણ ઇંચ વરસાદ: ખેતરોમાં પાણી ભરાઈ રહેતા ખેડૂતોને મોટું નુકશાન
મોરબી જિલ્લાના પાંચેય તાલુકામાં છેલ્લા દિવસોમાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને ખાસ કરીને ખેડૂતો દ્વારા કપાસ, મગફળીના પાકનું વાવેતર કર્યું હતું અને પાક તૈયાર થઈ ગયો હતો તારે છેલ્લા એક અઠવાડિયાથી પડેલ સતત વરસાદના લીધે ખેતરોમાં પાણી ભરાયેલું હતું જેથી ખેડૂતોના પાકને નુકસાન થયું છે માટે સરકાર દ્વારા વહેલી તકે સર્વે કરાવીને ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે.
ખેડૂતો પોતાના ખેતરમાંથી કપાસ, મગફળી સહિતના પાક લેવા માટે થઈને રાત દિવસ કાળી મજૂરી કરતા હોય છે આ ઉપરાંત ખાતર, બિયારણ, મજૂરી વગેરે જેવા ખર્ચાઓ પણ કરતા હોય છે તેમ છતાં પણ ભારે વરસાદ, નહીવત વરસાદ કે પાછોદરા વરસાદના કારણે તે લોકોને ખેતીના પાકમાં બહુ મોટું નુકસાન સહન કરવું પડતું હોય છે તેઓ જ ઘાટ આ વર્ષે પણ સર્જાયો છે. આ વર્ષે ચોમાસા દરમિયાન પડેલ વરસાદના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું હતું તે ઉપરાંત હવે છેલ્લા એક સપ્તાહથી જે હળવો ભારે પાછોતરો વરસાદ પડી રહ્યો છે. તેના કારણે ખેડૂતોના ખેતરમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે કપાસ, મગફળી સહિતના પાકોમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે જેથી તાત્કાલિક સર્વે કરીને સરકાર દ્વારા ખેડૂતોને મળવાપાત્ર સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતોએ કરી છે.
મોરબી જિલ્લાના ફ્લડ કંટ્રોલમાંથી મળતી વિગત પ્રમાણે ગત તા. 28 સુધી સીઝનનો જે કુલ વરસાદ નોંધાયો હતો તે ઉપરાંત છેલ્લા દિવસોમાં પાંચેય તાલુકામાં પડેલ હળવા ભારે વરસાદની વાત કરીએ તો હળવદ તાલુકામાં 24 એમએમ, વાંકાનેર તાલુકામાં 39 એમએમ, ટંકારા તાલુકામાં 37 એમએમ મોરબી તાલુકામાં 82 એમએમ અને માળિયા તાલુકામાં 69 એમએમ જેટલો વરસાદ છેલ્લા દિવસો દરમિયાન વરસ્યો છે અને સતત વરસાદના લીધે ખેડૂતોના ખેતરમાં ઉભા પાકમાંથી ફાલ ખરી જવા અને સતત વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયેલું છે જેથી કરીને આ બાબતે ખેતીવાડી અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ગ્રામ સેવકોને સૂચના આપીને વહેલી તકે સર્વેની કામગીરી કરવામાં આવશે અને ખેડૂતોને થયેલા નુકસાન બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે
મોરબી જિલ્લાના ખેડૂતોએ ખેતીમાંથી ઉપજ મેળવવા માટે થઈને મહેનત મજૂરી કરી હતી પરંતુ કુદરત રૂઠતા છેલ્લા દિવસોમાં પડેલા પાછોતરા વરસાદના કારણે ખેડૂતોના ખેતરમાં ઊભા પાકને નુકસાન થયું છે અને ખેતરોમાં સતત પાણી ભરાયેલા હોવાના કારણે તે લોકોને ઉપજ પણ ઓછી અથવા તો નહિવત આવે તેવી શક્યતા છે ત્યારે ખેડૂતોની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહેલી તકે સર્વેની કામગીરી કરીને સરકાર તરફથી મળવાપાત્ર સહાય આપવામાં આવે તે જરૂરી છે નહીં તો વારંવાર ખેતીમાં થતા નુકસાનના કારણે ખેડૂતોની કમર તૂટી જશે તે નિશ્ચિત છે.
