હળવદમાં હોટલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બાળકનું મોત મોરબી જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં POSH Act–2013 અન્વયે જાગૃતિ સેમિનાર યોજાયા મોરબી RTO માં ટુ-વ્હીલરની નવી સીરીઝમાં પસંદગીના નંબર મેળવવા ઓનલાઈન અરજી કરી શકશે મોરબીની એલ.ઇ. ડિગ્રી કોલેજ ખાતે ૨૮ જુલાઈએ UPSC/GPSC અને સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનાર યોજાશે મોરબીના લાતી પ્લોટમાં નજીવા વરસાદ પછી ગારો, કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય: વેપારીઓ-ઉદ્યોગકારો સહિતના ત્રાહિમામ આમા જાનવર કોણ ?: મોરબીમાં રસ્તે રજડતા શ્વાનને પથ્થરનો ઘા મારીને આંખ ફોડી નાખી મોરબીના રામધન આશ્રમ ખાતે ગેટનું ધોરીયાણી પરિવાર દ્વારા કરાયું લોકાર્પણ મોરબી ગાયત્રી પરિવાર દ્વારા માનસર ગામે પર્યાવરણ સંવર્ધન મહાઅભિયાન-મયુર નેચર ક્લબ, વન વિભાગ દ્વારા ફ્રી રોપા વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીકથી કાંકરી ભરેલ ટ્રક ટ્રેલરમાંથી દારૂની 2752 બોટલ સહિત 16.10 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપી પકડાયો


SHARE







મોરબી નજીકથી કાંકરી ભરેલ ટ્રક ટ્રેલરમાંથી દારૂની 2752 બોટલ સહિત 16.10 લાખનો મુદામાલ કબ્જે: એક આરોપી પકડાયો

મોરબી નજીક આવેલ રવિરાજ ચોકડી પાસેથી ટ્રક ટ્રેલર પસાર થઈ રહ્યું હતું જેને રોકીને પોલીસે ચેક કર્યું હતું ત્યારે પાછળના ભાગે સફેદ કાંકરી ભરેલ હતી અને તેની આડમાં દારુ હેરાફેરી કરી રહ્યા હોવાનું સામે આવ્યું હતુ જેથી પોલીસે 2752 બોટલ દારૂ કબ્જે કર્યો હતો અને વાહન સહિત કુલ મળીને 16,10,040 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને વાહન ચાલકને પકડીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલની સૂચના મુજબ સ્ટાફ કામ કરી રહ્યો છે તેવામાં બાતમી મળી હતી કે, ટ્રક ટ્રેલર નં. આરજે 32 જીડી 2842 નો ચાલક પોતાના કબ્જાવાળા ટ્રેલરમાં ઇંગ્લીશદારૂનો જથ્થો રાખી માળીયા તરફ થી મોરબી બાજુ આવી રહ્યો છે જેથી કરીને રવીરાજ ચોકડી ખાતે વોચ રાખવામા આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનું વાહન મળી આવ્યું હતું જેથી ટ્રક ટ્રેલરને રોકવામાં આવ્યું હતું અને તે વાહન ચેક કરવામાં આવ્યું ત્યારે તેમ ઠાઠામાં સફેદ કાંકરી ભરેલ હતી અને પ્લાસ્ટિકના બાચકામાં પુઠ્ઠાના બોકસમાં અલગ અલગ બ્રાન્ડની દારૂની નાની અને મોટી કુલ મળીને 2752 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6,05,040 નો દારૂ તેમજ 10 લાખનું ટ્રક ટ્રેલર અને એક 5000 નો મોબાઈલ આમ કૂલ મળીને 16,10,040 નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આરોપી રમજાનભાઇ પુનાભાઇ કાઠાત (25) રહે. ગોડલીયા સેંદડા તાલુકો બ્યાવર રાજસ્થાન વાળાની ધરપકડ કરેલ છે અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News