હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

દારૂ નહીં તો દવા..! : માળિયાના ખીરઇ ગામે પુત્રએ દારૂ પીવાની ના પાડતાં દવા પી ગયેલા વૃદ્ધનું મોત


SHARE

















દારૂ નહીં તો દવા..! : માળિયાના ખીરઇ ગામે પુત્રએ દારૂ પીવાની ના પાડતાં દવા પી ગયેલા વૃદ્ધનું મોત

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામે ઝેરી દવા પી જતાં સારવાર દરમિયાન ભીલ વૃદ્ધનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ માળિયા-મિંયાણાના ખીરઇ ગામે રહેતા અને મૂળ છોટા ઉદેપુરના કવાટ તાલુકાના ખડલા ગામના રહેવાથી પાંગલીયાભાઇ જરખાભાઇ ભીલ આદિવાસી નામના ૬૦ વર્ષીય વૃદ્ધે ઝેરી દવા પી લેતા તેનું રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નિપજયું હતું.જે અંગે તેમના પુત્ર રૂવજીભાઈ પાંગલીયાભાઇ ભીલે પોલીસ મથક ખાતે જાહેર કરતાં જણાવ્યું હતું કે, તેઓના પિતા મૃતક પાંગલીયાભાઇને દારૂ પીવાની કુટેવ હોય તેઓને દારૂ પીવાની ના પાડી હતી જે ઠપકો મનોમન લાગી આવતા તેમના પિતા પાંગલીયાભાઈએ ઝેરી દવા પી લીધી હતી. ગત તા.૨-૧૨ ના રોજ પાંગલીયાભાઇએ રાત્રીના નવેક વાગ્યાના અરસામાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેઓને સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા ત્યાં તા.૧૧-૧૨ ના વહેલી સવારના ચારેક વાગે પાંગલીયાભાઇનું મોત નીપજયું હતું બનાવ સંદર્ભે બીટ જમાદાર ગીરીશભાઈ મારૂણીયા તપાસ ચલાવી રહ્યા છે.

છરી સાથે પકડાયા

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે માળીયા ફાટકેથી નીકળે અર્ટીકા કારને અટકાવી તલાસી લેતાં રાજકોટના રેલ્વે સ્ટેશન રોડ ઉપર રહેતો ફિરોઝ અયુબ જામ નામનો ૨૬ વર્ષીય યુવાન છરી સાથે મળી આવતા તેના વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.હળવદ પોલીસે હળવદના શરણેશ્વર મંદિર પાસેથી નીકળેલા યશ ઉર્ફે ગૌતમ જયંતી ગોઠી જાતે પટેલ (૧૮) ધંધો ખેતી રહે.કણબીપરા વાળાની અંગે ઝડતી લેતાં તેની પાસેથી ધારદાર છરી મળી આવતા તેના વિરુદ્ધ અટકાયતી પગલાં ભરવામાં આવ્યા હતા.




Latest News