મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ
SHARE







મોરબી મકનસર પાંજરાપોળ ખાતે કાલે દાતાઓ સહિતનાઓની હાજરીમાં સત્સંગ હોલનું કરાશે ઓપનિંગ
મોરબીની ધર્મપ્રેમી જનતા અને ઉદ્યોગકારોના સહકારથી આજે મોરબી પાંજરાપોળનો વિકાસ થયો છે અને ગુજરાતની નંબર વન પાંજરાપોળ મોરબીની છે તેવું કહીએ તો તેમાં અતિશયોક્તિ નથી તેવામાં કાલે ગૌ દર્શન, જલ દર્શન, વન દર્શન અને સત્સંગ હોલનું ઓપનિંગ રાખવામા આવ્યું છે
મોરબી પાંજરાપોળ દ્વારા લિલાપર, રફાળેશ્વર અને મકનસર ખાતે કુલ મળીને 6200 જેટલા ગૌવંશનો નિભાવ કરવામાં આવી રહ્યો છે અને મકનસર ખાતે આધુનિક સત્સંગ હોલનું ઓપનિંગ કાલે તા 6/10 ના રોજ બપોરે ૩ થી ૬ કલાકે રાખ્યું છે તેની સાથે સત્સંગ સભા પણ રાખવામા આવેલ છે. જેમાં મોરબીના તમામ ધૂન મંડળને આમંત્રિત કરવામાં આવેલ છે. તે ઉપરાંત ગૌસેવાના કામમાં સહયોગ આપતા ઉદ્યોગકારો સહિતના તમામ લોકો અને મોરબીના લોકોને પાંજરાપોળ ખાતે કાર્યક્રમમાં આવવા માટે ટ્રસ્ટી મંડળ ડો.નીતિનભાઈ આર. મહેતા(પ્રમુખ), વેલજીભાઈ ખોડાભાઈ પટેલ (ઉપપ્રમુખ),ભુપતભાઈ ચંદુલાલ દોશી (મંત્રી), કરશનભાઈ કાનજીભાઈ હોથી (પ્રાગજીભાઈ હોથી) (સહમંત્રી) તેમજ ટ્રસ્ટી પ્રવીણભાઈ ઓ. ભલોડિયા, કાંતીભાઈ અમૃતીયા (ધારાસભ્ય), વસરામભાઈ વાલજીભાઈ દેત્રોજા, હિતેશભાઈ કે.ભાવસાર, જયેશભાઈ શાહ, દેવજીભાઈ પટેલ અને નારાણભાઇ પટેલ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે.
