મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કચ્છથી જામનગર કતલખાને લઈ જવાતા 16 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા
મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી
SHARE







મોરબીના વાડી વિસ્તારમાં રહેણાકના વીજ કનેકશન લેવા માટે યોજાયેલ કેમ્પમાં 313 લોકોએ કરી અરજી
મોરબી શહેરની આસપાસના વિસ્તારમાં આવેલ લગભગ 115 જેટલા વાડી વિસ્તારની અંદર રહેતા લોકોને વીજ કનેક્શન લેવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી મોરબીના વાડી વિસ્તારમાં રહેતા લોકોને વીજ કનેક્શન આપવા માટે થઈને ડોક્યુમેન્ટ એકત્રિત કરવા અને અરજીઓ સ્વીકારવા માટે બે દિવસનો સ્પેશિયલ કેમ્પ રાખવામા આવેલ હતો જેમાં જુદી જુદી વાડી વિસ્તારમાં રહેતા કુલ મળીને 313 લોકોએ વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરી છે.
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સતવારા નવગામ જ્ઞાતિની વાડી ખાતે વાડી વિસ્તારમાં રહેતા લોકોને છેલ્લા ઘણા વર્ષોથી જે વીજ કનેક્શન મેળવવા માટે થઈને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે તેમાંથી રાહત મળે તેના માટે થઈને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાના માર્ગદર્શન હેઠળ તેમજ પીજીવીસીએલના એમડી કેતન જોશીના હુકમથી મોરબીમાં બે દિવસના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાડી વિસ્તારની અંદર રહેણાંક બનાવીને રહેતા લોકોને વીજ કનેક્શનની જરૂરિયાત હોય તો તેમની પાસેથી જરૂરી ડોક્યુમેન્ટ એકત્રિત કરવા માટેની કામગીરી કરવામાં આવી હતી અને બે દિવસના કેમ્પ દરમિયાન મોરબીના જુદા જુદા વાડી વિસ્તારમાંથી કુલ મળીને 313 જેટલા લોકો દ્વારા વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરવામાં આવી છે અને તેમાં જો અલગ અલગ ડિવિઝનની વાત કરીએ તો શનાળા ડિવિઝનમાં 191, નાની વાવડી ડિવિઝનમાં 57 અને મોરબી સીટી ડિવિઝનમાં 65 આમ કુલ મળીને 313 લોકો દ્વારા પીજીવીસીએલમાંથી રહેણાંક માટેનું વીજ કનેક્શન મેળવવા માટે થઈને અરજીઓ કરવામાં આવેલ છે અને તેના આધારે હવે આગામી સમયમાં આ લોકોને વીજ કનેક્શન મળે તેના માટેની કામગીરી હાથ ધરવામાં આવશે તેવું જાણવા મળે છે. અને આ કેમ્પને સફળ બનાવવા માટે તેમજ વધુમાં વધુ લોકોને કેમ્પનો લાભ મળે તેના માટે ભાવેશભાઈ કંઝારીયા, રોહિતભાઈ કંઝારીયા, માવજીભાઇ કંઝારીયા સહિતના સતવારા સમાજના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી.
