મોરબીના રંગપર નજીક સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત
SHARE







મોરબીના રંગપર નજીક સીરામીક કારખાનામાં મશીનમાં હાથ આવી જતાં ઇજા પામેલા યુવાનનું ઘટના સ્થળે જ મોત
મોરબીના જેતપર રોડ ઉપર રંગપર ગામ પાસે આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન શ્રમિક યુવાનનો હાથ મશીનમાં આવી ગયો હતો જેથી તે યુવાનને માથામાં અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે વિરાટનગરની સામેના ભાગમાં આવેલ સિમેન્ટો વિટ્રીફાઈડ કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો તુલસીરામ પ્રકાશભાઈ ગુર્જર (18) નામનો યુવાન કારખાનામાં મશીન ઉપર કામગીરી કરી રહ્યો હતો ત્યારે મશીનમાં હાથ આવી જવાના કારણે ઢસડાઈ જતા તેને માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ યુવાનના મૃતદેહને મહેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.
