માળીયા (મી)ના વેણાસર ગામે ઉકરડામાંથી દારૂની મોંઘીદાટ 22 બોટલ મળી !: એક આરોપી પકડાયો, એકની શોધખોળ
મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કતલખાને લઈ જવાતા 16 પાડાને બચાવ્યા: એક સામે ફરિયાદ
SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કતલખાને લઈ જવાતા 16 પાડાને બચાવ્યા: એક સામે ફરિયાદ
કચ્છ બાજુથી બોલેરો પીકપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક ભેંસના પાડાઓને ભરીને જામનગર તરફ કતલખાને લઈ જવાના છે તેવી હકીકત મોરબીના ગૌરક્ષકોને મળી હતી જેના આધારે પીપળીયા ચાર રસ્તા પાસે વોચ રાખવામાં આવી હતી અને ત્યારે ત્યાંથી પસાર થઈ રહેલ બોલેરો ગાડીને રોકીને ચેક કરતા તેમાંથી કતલખાને લઈ જવાતા 16 પાડા મળી આવતા તેને બચાવીને પાંજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદ શહેરના પ્રમુખ કમલેશભાઈ બોરીચા, હિન્દુ વાહિની શહેરના પ્રમુખ ચેતનભાઇ પાટડીયા તથા અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત રાજ્યના ગૌરક્ષા મોરબીની ટીમને મળેલ બાતમી આધારે મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે કચ્છ બાજુથી બોલેરો ગાડી આવી રહી હતી અને જામનગર તરફ કતલખાને પાડાને લઈને જઇ રહી હતી ત્યારે પીપળીયા ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 6296 ને રોકીને ચેક કરવામાં આવતા તેમાંથી ક્રૂરતાપૂર્વક બાંધેલી હાલતમાં ઘાસચારો કે પાણીની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખ્યા વગર ભેંસના 16 પાડાને જામનગર તરફ કતલખાને લઈ જતા હોવાનું સામે આવ્યું હતું જેથી તે અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને તેને મોરબી પાંજરાપોળ ખાતે મુકવામાં આવે છે. અને આ બાબતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લીલાપર રોડ ઉપર આવેલ બોરીચાવાસમાં રહેતા કમલેશભાઈ ભગવાનજીભાઈ બોરીચા (37)એ જુણસભાઈ મીઠનભાઇ જત (25) રહે નાના સરાડા તાલુકો ભુજ વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 6296 માં 16 પાડાને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવી રહ્યા હતા તેથી 80,000 ની કિંમત અબોલ જીવ અને 2.5 લાખનું વાહન આમ કુલ મળીને 3.20 લાખનો મુદામાલ કબ્જે કરીને પોલીસે આરોપીને પકડીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
