મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસેથી કતલખાને લઈ જવાતા 16 પાડાને બચાવ્યા: એક સામે ફરિયાદ
મોરબીના મકનસર પાસે એક્ટિવાને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા નૈવેદ કરવા જતું દંપતિ ખંડિત: મહિલાનું મોત
SHARE







મોરબીના મકનસર પાસે એક્ટિવાને ટ્રક કન્ટેનરના ચાલકે હડફેટે લેતા નૈવેદ કરવા જતું દંપતિ ખંડિત: મહિલાનું મોત
મોરબીથી એકટીવામાં દંપતિ આઠમના નૈવેદ કરવા માટે થઈને જઈ રહ્યું હતું ત્યારે મકનસર ગામ પાસે રોડની કટમાં ટ્રક કન્ટેનરમાં ચાલકે એક્ટિવાને હડફેટે લીધું હતું જેથી એકટીવા ચાલકને હાથે, પગે અને શરીરે ઇજાઓ થયેલ હતો જો કે, તેના પત્ની રોડ ઉપર પટકાતાં તેના શરીર ઉપરથી ટ્રકનો જોટો ફરી જવાના કારણે તેઓને ગંભીર ઇજા થવાથી મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેનરના ચાલક સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
મૂળ જોધપર (નદી) ગામના રહેવાસી અને હાલમાં મોરબીના રામકૃષ્ણનગરમાં રહેતા વિજયભાઈ ઉપેન્દ્રભાઈ ગોહેલ (38)એ ટ્રક કન્ટેનર નંબર જીજે 39 ટી 0392 સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, ગત તા. 29/9 ના રોજ સવારે 10:30 વાગ્યાના અરસામાં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આવેલ મકનસર ગામ પાસે નેશનલ હાઇવેની કટ પાસેથી તેઓના પિતા ભુપેન્દ્રભાઈ રવજીભાઈ ગોહેલ ફરિયાદીની માતા રંજનબેન ભુપેન્દ્રભાઈને એકટીવા નંબર જીજે 36 પી 6486 ઉપર બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેઓના એકટીવાને હડફેટે લીધું હતું જેથી ફરિયાદીના પિતાને ઇજાઓ થઈ હતી જ્યારે ફરિયાદીના માતા રંજનબેન રસ્તા ઉપર નીચે પડતા તેઓના શરીર ઉપરથી ટ્રકનો પાછળનો જોટો ફરી જવાને કારણે ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજયું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક કન્ટેન્ટમાં ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
