ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો
SHARE







ટંકારામાં વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે ઝઘડો કરીને આધેડને પિતા-પુત્રએ માર માર્યો
ટંકારામાં રહેતા આધેડની સાથે વાડીના રસ્તે પાણીના નિકાલ બાબતે બોલાચાલી ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને આધેડને લાકડાના ધોકા વડે ખભા અને હાથ ઉપર માર મારીને ફેક્ચર જેવી ઇજા કરવામાં આવેલ છે અને ગર્ભિત ધમકી પણ આપવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
ટંકારામાં મઠવાળી શેરીમાં જુના આર્ય સમાજની બાજુમાં રહેતા ગોવિંદભાઈ રણછોડભાઈ લો (50)એ હાલમાં દિલીપભાઈ છગનભાઈ ઘેટીયા અને છગનભાઈ રાવજીભાઈ ઘેટીયા રહે. બંને ગાયત્રીનગર ટંકારા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, છએક દિવસ પહેલા દિલીપભાઈ ઘેટીયાએ વાડીના રસ્તામાં પાણી નિકાલ બાબતે ફરિયાદી સાથે ઝઘડો કરીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારબાદ તે વાતનો ખાર રાખીને લાકડાના ધોકા વડે ફરિયાદી ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને તેને ખભા તથા જમણા હાથમાં મારમારીને ફ્રેક્ચર જેવી ઈજા કરવામાં આવી હતી અને છગનભાઈ ઘેટીયાએ ફરિયાદીને ગર્ભિત ધમકી આપી હતી જેથી ભોગ બનેલ આધેડ દ્વારા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બંને શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
