મોરબીના મધુપુર ગામે મેલડીધામની મહાઆરતીમાં ધારાસભ્ય-પૂર્વ મંત્રી સહિતના હાજર રહ્યા
મોરબીના મહાપાલિકામાં મેયર પદ માટે રોટેશન જાહેર: પ્રથમ અઢી વર્ષ ઓબીસી, પછી મહિલા અનામત
SHARE







મોરબીના મહાપાલિકામાં મેયર પદ માટે રોટેશન જાહેર: પ્રથમ અઢી વર્ષ ઓબીસી, પછી મહિલા અનામત
મોરબીના મહાનગરપાલિકાની વોર્ડ રચના જાહેર થયા બાદ અનામત બેઠકો પણ જાહેર કરી દેવામાં આવી હતી અને હવે રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવી છે.
મોરબી નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાની વોર્ડ રચના અને સીમાંકન નક્કી કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ જુદા જુદા વોર્ડ માટે અનામત બેઠકો પણ જાહેર કરી દેવામાં આવી હતી જેથી ચૂંટણીની ગતિવિધિ તે જ થઈ હોય તેવા અણસાર મળી રહ્યા હતા તેવામાં શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને મોરબી મહાનગરપાલિકાના મેયર માટે પ્રથમ અઢી વર્ષ માટે ઓબીસી અનામત અને પછીના અઢી વર્ષ માટે મહિલા અનામત જાહેર કરવામાં આવેલ છે આમ શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી મહાનગરપાલિકાના મેયર પદ માટેનું રોટેશન જાહેર કરી દેવામાં આવ્યું છે અને વાંધા સૂચનો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને મહાપાલિકાની અનામત બેઠકો તથા મેયર પદ માટેનું રોટેશન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે જેથી કરીને નજીકના સમયગાળામાં મહાપાલિકાની ચૂંટણી આવે તેવા સંકેતો મળી રહ્યા છે.
