મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ મોરબી જીલ્લામાં ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટે માર્ગદર્શિકા જાહેર: લોકોને સાવચેતી રાખવા માટે અનુરોધ મોરબી જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને રોગચાળા અટકાયતી કામગીરી બાબતે બેઠક યોજાઈ મોરબીના વાવડી રોડે ઉબડખાબડ રોડ, ગંદકી, રજડતા ઢોરના પ્રશ્નો કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન: મહિલાઓએ છાજિયા લીધા મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત
Breaking news
Morbi Today

 મોરબીમાં રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન


SHARE

















 મોરબીમાં રાષ્ટ્રીય ગણિત દિવસ નિમિતે સ્પર્ધાનું આયોજન

રાષ્ટ્રીય ગણિત દિવસ એટલે કે ૨૨-ડિસેમ્બર ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસન રામાનુજનનાં જન્મ દિવસે ગણિત વિષયમાં કોઈપણ એક રીત પ્રમેય-સિદ્ધાંત અથવા રીત દોરીને સમજાવાની સ્પર્ધા યોજવામાં આવેલ છે. 

મોરબી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ભારતના વિખ્યાત ગણિતશાસ્ત્રી  શ્રીનિવાસ રામાનુજનનાં જન્મ દિવસ ૨૨ ડિસેમ્બર એટલે કે "રાષ્ટ્રીય ગણિત દિવસે સ્પર્ધાનું આયોજન કરાયુ છે.ગણિતને આજનાં સમયમાં ભણતરનો પાયો ગણવામાં આવે છે.ગણિત શીખીને વિદ્યાર્થી પોતાનું ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકે છે.ગણિત વિષયને બનાવવા માટે પહેલાનાં સમયમાં આર્યભટ્ટબ્રહ્મગુપ્તમહાવીરભાસ્કર વગેરે જેવા મહાન પુરૂષોએ મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમાંના એક મહાપુરુષ એટલે કે શ્રીનિવાસ રામાનુજન જેણે નાની ઉંમરમાં ગણિત ક્ષેત્રે પોતાનું વિશેષ યોગદાન આપ્યુ હતુ. 

તા.૨૨-૧૨ ગણિત દિવસનાં અનુસંધાને આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર ધી વી.સી.ટેક.હાઈસ્કૂલ રૂમ નંબર ૨૦૨ મોરબી ખાતે સવારે ૧૦ થી ૫ વાગ્યા દરમ્યાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. સ્પર્ધકે કેટેગરી મુજબ સમયસર હાજર રહેવું. સ્પર્ધકે ગણિત વિષયમાં ×૧૫ ની ડ્રોઇંગ સીટમાં કોઈપણ એક  રીત-પ્રમેય  સિદ્ધાંત અથવા ઉપયોગી સમીકરણો દોરી સમજાવવાનુ રહેશે. દરેક સ્પર્ધકને પ્રમાણપત્ર તથા દરેક કેટેગરીમાં  શ્રેષ્ઠ પ્રદર્શન  કરનાર સ્પર્ધકોને પ્રથમ સ્થાન માટે આકર્ષક સ્કૂલ બેગસિલ્ડ-પેડ-કંપાસબોક્સ તથા દ્વિતીય સ્થાનને પેડશિલ્ડ તથા કંપાસ બોક્સ  તથા તૃતીય સ્થાન માટે શિલ્ડ-કંપાસ બોક્સ આપવામાં આવશે.કેટેગરી-૧(ધો.૧ થી ૪)  ગણિતની કોઈપણ એક રીત પ્રમેય સમય ૧૦ થી ૧૧કેટેગરી-(ધો.૫ થી ૮વિજ્ઞાન-ગણિતની કોઈપણ એક પ્રમેય કે સાબિતી કે સિધ્ધાંત સમય ૧૧ થી ૧૨, કેટેગરી- ( ધો.૯ થી ૧૧) ગણિત વિષયનો કોઈપણ એક  પ્રમેય સિધ્ધાંત કે સમીકરણ સમય ૧ થી ૨, કેટેગરી- (કૉલેજનાં વિદ્યાર્થીઓશિક્ષકમિત્રો અને વાલીઓ) ગણિત વિષયમાં કોઈપણ એક પ્રમેય સિદ્ધાંત કે સમીકરણ રીત સમજાવી સમય ૨ થી ૪,  બહારગામથી સ્પર્ધામાં ભાગ લેવાં આવેલ સ્પર્ધકને મુસાફરી-એસ.ટી.બસ ભાડું ચૂકવવામાં આવશે સાથે ભોજનની વ્યવસ્થા પણ કરેલ છે.આપને આવડતો હોય તે કોઈપણ એક  ગણિત વિષયમા પ્રમેય સિદ્ધાંત  સમીકરણ સમજાવો સ્પર્ધા તા.૨૨-૧૨ સવારે ૯ થી ૫ દરમ્યાન યોજાશે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટેની એન્ટ્રી છેલ્લી તા.૨૦-૧૨ રાત્રે ૯ સુધીમાં એલ.એમ.ભટ્ટ (મો.૯૮૨૪૯ ૧૨૨૩૦, ૮૭૮૦૧ ૨૭૨૦૨) અથવા દિપેનભાઈ ભટ્ટ  (મો.૯૭૨૭૯ ૮૬૩૮૬) પૈકી કોઈપણ એક વોટસેપ નંબર ઉપર મોકલી આપવાની રહેશે.




Latest News