મોરબીમાં લેવાના નીકળતા ૩૦૦ રૂપિયા માંગતા યુવાન અને તેના પિતાને ૪ મહિલા સહિત ૭ લોકોએ માર માર્યો
SHARE







મોરબીમાં લેવાના નીકળતા ૩૦૦ રૂપિયા માંગતા યુવાન અને તેના પિતાને ૪ મહિલા સહિત ૭ લોકોએ માર માર્યો
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં આંબેડકર ચોક પાસે રહેતા આધેડના દીકરાને ૩૦૦ રૂપિયા જે વ્યક્તિ પાસેથી લેવાના હતા તેની પાસે રૂપિયા માંગ્યા હતા જે સામેવાળા વ્યક્તિને સારું નહીં લાગતા ચાર મહિલા સહિત કુલ સાત વ્યક્તિઓએ આધેડ અને તેના દીકરાને પાઇપ અને લાકડી વડે માર મારીને ફેક્ચર જેવી ઇજા કરી હતી તથા ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી ભોગ બનેલ આધેડ દ્વારા સારવાર લીધા બાદ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ રોહીદાસપરામાં આંબેડકર ચોક પાસે રહેતા શીવાભાઈ કેશુભાઈ સારેસા (૫૪) એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જયસુખભાઈ સાવરીયા, જયસુખભાઈના પત્ની ગુડ્ડીબેન, જયસુખભાઈના સાળા અરૂણભાઈ, જયસુખભાઈના સાળાની પત્ની, જયસુખભાઈના સાસુ, જયસુખભાઈના સાળાની બાજુમાં રહેતી મહિલા તથા અન્ય એક વ્યક્તિ આમ કુલ મળીને સાત વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યુ છે કે, તેઓના દીકરો અજય જયસુખભાઈ પાસેથી ૩૦૦ રૂપિયા માંગતો હતો જેથી તેને રૂપિયાની તેમની પાસે માંગણી કરી હતી. જે તેને સારું નહીં લાગતા તે બાબતનો ખાર રાખીને તમામ આરોપીઓએ ફરિયાદી તથા તેના દીકરા ઉપર પાઇપ અને લાકડી વડે હુમલો કર્યો હતો અને માર માર્યો હતો જેથી ફરિયાદી અને તેના દીકરાને ફ્રેકચર જેવી ઇજા થઈ હતી. અને આરોપીઓએ ફરિયાદીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યા હતા જેથી ભોગ બનેલ આધેડે સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
શંકાસ્પદ વાયર સાથે પકડાયો
મોરબીના બિલિયા ગામેથી મોડપર તરફ જતા રસ્તે આવેલ મહારાજા સીંગતેલ મિલની સામે બાવળની કાંટમાં પ્લાસ્ટિકના બાચકામાં રબર કોટિંગ કરેલ વાયરના ફીંડલા મળી આવ્યા હતા અને તેની સાથે મળી આવેસ ઇસમની પોલીસ દ્વારા પુછપરછ કરવામાં આવતા તેણે પોતાનું નામ ગુલાબભાઈ વસ્તાભાઈ દેલવાણીયા દેવીપુજક (૨૪) રહે મોડપર તા.મોરબી હોવાનું જણાવ્યું હતું અને તેની પાસેથી ૨૦ ફૂટની લંબાઈવાળા સાત વાયરના ફિંડલા મળી આવ્યા હતા.આ કોપર વાયર આશરે ૩૫૦ કિલોનું વજન ગણીને દરેકની રૂા.૫૦૦ કિંમત ગણીને હાલ રૂા.૧,૭૫,૦૦૦ ની કિંમતનો વાયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો અને તે તેની પાસે કઈ રીતે આવ્યો ? તે અંગે તથા તેના બિલ માંગવામાં આવતા તે ફર્યુ ફર્યુ બોલતો હોય હાલ તાલુકા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
