મોરબી નજીક અગાઉ પકડાયેલ પેટકોક ચોરીના ગુનામાં વધુ બે આરોપીની ધરપકડ બાદ જેલ હવાલે
મોરબીના બરવાળાથી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ
SHARE







મોરબીના બરવાળાથી બગથળાને જોડતા રસ્તાને ડામર રોડ બનાવવા માંગ
ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસોસિયેશનના ગુજરાત પ્રદેશના જનરલ સેક્રેટરી કે.ડી.બાવરવાએ રાજ્ય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને મોરબી જીલ્લાના મોરબી તાલુકાના બરવાળા ગામેથી બગથળા ગામને જોડતો રોડ જે આજે આઝાદીના ૭૮ વર્ષથી પણ વધારે વર્ષો થયા હોવા છતાં કાચો રોડ છે..! તે બનાવવા માંગ કરેલ છે.
આ રોડ ઉપર બરવાળાથી બગથળા જવા માટે લોકો તેનો ઉપયોગ કરે છે.પરતું ચોમાસામાં આ રોડ ચાલવા લાયક હોતો નથી.બરવાળા ગામની તમામ જરૂરિયાત માટે મોટા ભાગે બગથળા ગામ ઉપર નિર્ભર રહેવું પડતું હોય છે.જેમ કે બેંક, પોલીસ સ્ટેશન, હેલ્થ સેન્ટર અને તાલુકા શાળાના કામો માટે આ રોડ ખુબ જ અગત્યનો છેતે ઉપરાંત ખેવાળિયા, નારણકા, લુંટાવદર, પીપળીયા વગેરે ગામના લોકો બગથળા ખાતે આવેલ નકલંક ભગવાનની પ્રસિદ્ધિ જગ્યાના દર્શન માટે જવા માટે આ રોડનો ઉપયોગ કરતા હોય છે.તેથી લોકોવતી માંગણી છે કે આ રોડને તાત્કાલિક ડામર રોડ બનાવામાં આવે જો આવું કરવામાં નહી આવે તો સ્થાનિક ગામના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે આગળ વધવાની ફરજ પડશે તેમ પણ રજૂઆતમાં જણાવવામાં આવેલ છે.
