મોરબીની ફેકટરીમાંથી કાઢી મુકાયેલ અસ્થિર મગજના મજુરને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે વતન પહોંચાડયો
મોરબીના ઢૂવા નજીક તાપણામાં દાઝેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત
SHARE







મોરબીના ઢૂવા નજીક તાપણામાં દાઝેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત
મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ઢુવા નજીક આવેલ સનહાર્ટ સીરામીકમાં લેબર કવાટરમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા સુકુતીબેન સુભાષભાઈ બહેરા નામની ૪૮ વર્ષીય મહિલાને દાજી ગયેલી હાલતમાં ગત તા.૩-૧૨ ના રોજ ક્રિષ્ના હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. જ્યાં તપાસ દરમિયાન ખુલ્યુ હતું કે ઓરડી નજીક ઠંડીના લીધે તાપણુ કરવામાં આવેલ હોય અને સુકાતીબેન બહેરા ત્યાં કચરો વાળી રહ્યા હતા તે દરમિયાન તેઓના કપડાંને તાપણાની જાળ લાગી જતાં તેઓ દાઝી ગયા હતા અને જેથી કરીને તેઓને સારવારમાં અહીંની ક્રિષ્ના હોસ્પીટલે ખસેડાયા હતા.છેલ્લા દસેક દિવસથી સુકાતીબેન બહેરા સારવારમાં ક્રિષ્ના હોસ્પિટલ ખાતે હતી અને ગઈકાલ તા.૧૨ ના રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન સુકુતીબેન સુભાષ બહેરા નામની ૪૮ વર્ષીય મજુર મહિલાનું મોત નિપજયું હોવાનું હાલ જાણવા મળેલ છે.બનાવ અંગે હોસ્પિટલ સત્તાવાળાઓએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતાં એ ડીવીઝન પોલીસે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવા આગળની તજવીજ હાથ ધરી છે.
કાર-બાઇક અકસ્માતમાં બેને ઈજા
મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર રહેતા સજજનભાઈ રામલખનભાઈ ભાગેલ (૩૫) અને દીપક વશરામ બાઘેલ (૨૧) નામના બે યુવાનો બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા ઇજાગ્રસ્ત સજજનભાઇ અને દીપકભાઈને અત્રેની સિવિલ હોસ્પિટલે લઇ જવાયા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે અહીં ક્રિષ્ના હોસ્પિટલ ખસેડાયા હોવાનું જાણવા મળેલ છે.
યુવાન સારવારમાં
પોરબંદરના દેગામ ખાતે રહેતો કરણ નેભાભાઇ ઓડેદરા નામના ૧૯ વર્ષીય યુવાનને એ.કે.હોટલ પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં તેને સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યો હતો. જયારે હળવદના ટીકર રણમાં રહેતા અજુબાઈ સંધિ નામના ૮૮ વર્ષીય વૃદ્ધા બાઇકમાં જતા હતા તે દરમિયાન રસ્તામાં બાઇકમાંથી નીચે પડી જતા ઇજાગ્રસ્ત અજુબાઈને અહીં આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
