મોરબીના ઢૂવા નજીક તાપણામાં દાઝેલ મહિલાનું સારવાર દરમ્યાન મોત
વાંકાનેરમાં એબીવીપીની શહેર કારોબારી સમિતિમાં હોદ્દેદારો નિમાયા
SHARE







વાંકાનેરમાં એબીવીપીની શહેર કારોબારી સમિતિમાં હોદ્દેદારો નિમાયા
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્રારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે વાંકાનેરની શહેર કારોબારી સમિતિમાં હોદ્દેદારોની નિમણુંકો કરવામાં આવેલ છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ વાંકાનેર શાખાની નગર કારોબારીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં વાંકાનેર નગરમંત્રી તરીકે રોનકભાઈ ડાભીની, વાંકાનેર સહમંત્રી તરીકે રૂષિભાઈ દેત્રોજા અને બાંવલોભાઈની, સ્ટુડન્ટ ક્ષેત્ર ડેવલોપમેન્ટ સંયોજક તરીકે રૂષભભાઈ ઓઝાની, સ્ટુડન્સ ક્ષેત્ર સેવા સંયોજક તરીકે ધૈર્યભાઈ રાવલની, સોશિયલ મીડિયા સંયોજક તરીકે સાગરભાઈ, કોલેજ કેમ્પસ સંયોજક તરીકે રાહુલભાઈની તેમજ નગર કારોબારી સદસ્ય તરીકે શિવરામભાઈ અને પૃથ્વીરાજભાઈની વરણી કરવામાં આવેલ છે. નવા વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છકો તરફથી શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
