વાંકાનેરમાં એબીવીપીની શહેર કારોબારી સમિતિમાં હોદ્દેદારો નિમાયા
મોરબી : સદગતને શ્રધ્ધાંજલી માટે પરિવારે યોજયો જલારામ મંદિરે મહાપ્રસાદ
SHARE







મોરબી : સદગતને શ્રધ્ધાંજલી માટે પરિવારે યોજયો જલારામ મંદિરે મહાપ્રસાદ
મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજી મોરબીના પારેખ પરિવારે પરિવારના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.સ્વ.ચમનભાઈ ટી.પારેખની પૂણ્યતિથી નિમિતે સદગતને સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવા પારેખ પરિવારે સદાવતમાં સહયોગ આપ્યો હતો.સ્વ.ચમનભાઈ ટી.પારેખની પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમાં મહાપ્રસાદ યોજીને લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાચી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, ડેનિશભાઈ કાનાબાર સહીતનાઓએ પણ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
