મોરબીમાં મહિલા કોર્પોરેટરના પતિએ લાચાર મહિલાને પૈસા આપ્યા બાદ દુષ્કર્મ આચર્યુ, પાંચ વર્ષ બાદ નોંધાયો ગુનો વાંકાનેરના ભલગામ નજીક જુગાર રમતા ચાર શખ્સો 13,700 ની રોકડ સાથે ઝડપાયા ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ
Breaking news
Morbi Today

કરુણા હેલ્પલાઈન: મોરબી જિલ્લામાં 8 વર્ષમાં 21 હજારથી વધુ પશુ-પક્ષીઓને સારવારથી નવજીવન મળ્યું


SHARE





કરુણા હેલ્પલાઈન: મોરબી જિલ્લામાં 8 વર્ષમાં 21 હજારથી વધુ પશુ-પક્ષીઓને સારવારથી નવજીવન મળ્યું

મોરબી જિલ્લામાં ગુજરાત સરકારનો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 'કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ પશુ-પક્ષીઓ માટે દેવદૂત સમાન સાબિત થયો છે. છેલ્લા આઠ વર્ષથી કાર્યરત આ હેલ્પલાઇન થકી 21 હજારથી વધુ પશુ પક્ષીઓને નવજીવન મળ્યું છે.

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2017 થી શરૂ કરાયેલ કરુણા હેલ્પલાઈનને 8 ૦૮ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે EMRI GHS અને પશુપાલન વિભાગના સંયુક્ત ઉપક્રમે કાર્યરત આ સેવાથી મોરબી જીલ્લામાં અનેક પશુ પક્ષીને સમયસર સારવાર મળી હતી જેથી કરીને તેઓને નવજીવન મળ્યું હતું. વધુમાં માહિતી આપતા કરુણા હેલ્પલાઈનના ડો. વિપુલભાઈ કાનાણએ જણાવ્યુ હતું કે, પશુ પક્ષીઓની હર હંમેશ દરકાર લેવામાં આવે છે અને મોરબીમાં છેલ્લા 8 વર્ષમાં કુલ 21836 પશુ-પક્ષીઓની નિ:શુલ્ક સારવાર કરવામાં આવી છે. જેમાં 17296 શ્વાન, 3062 ગાય, 628 બિલાડી તેમજ કબૂતર સહિત સુરખાબ, ચકલી, પોપટ, બકરી, કાગડા, સસલા અને ઊંટ વિગેરેનો સમાવેશ થાય છે




Latest News