મોરબી : સદગતને શ્રધ્ધાંજલી માટે પરિવારે યોજયો જલારામ મંદિરે મહાપ્રસાદ
મોરબી : માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં મોત
SHARE









મોરબી : માળીયાના ખીરઇ ગામના પાટિયા પાસે રોડ ક્રોસ કરી રહેલા યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતાં મોત
મોરબી જિલ્લાના માળીયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામના પાટિયા પાસે આગલા દિવસે મોડી રાત્રીના વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં પગપાળા રસ્તો ઓળંગી રહેલા એમપીના આદીવાસી મજુર યુવાનને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા યુવાનનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.
બનાવની માળીયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ખીરઇ ગામના પાટિયા પાસે તા.૧૨-૧૨ ના રાત્રિના દોઢેક વાગ્યાના અરસામાં રસ્તો ઓળંગી રહેલા નાહરીયાભાઈ મેસુભાઈ સિંગાળા (ઉમર ૪૦) રહે.હાલ નાગડાવાસ ગામના પાટિયા પાસે મૂળ રહે. માતાસુલા મત્સુલા ગામ તાલુકો રાનપુર મધ્યપ્રદેશ વાળાને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને ગંભીર ઇજાઓ થવાથી નાહપીયાભાઈ સિંગાલાનું મોત નિપજયુ હતુ.બનાવ સંદર્ભે મૃતકના સાળા અર્જુનભાઈ લાભુભાઈ ગણાવા ભીલ (૧૯) ધંધો મજૂરી હાલ રહે.નાગડાવાસના પાટીયા પાસે માળીયા મીંયાણા મૂળ સીમાખેડી ગણાવા ફળીયુ રાનપુર જાંબુવા એમપી વાળાએ માળીયા પોલીસ મથક ખાતે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધાવતાં પીએસઆઇ એન.એચ.ચુડાસમાએ ફરિયાદ નોંધીને અકસ્માત સર્જીને ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહન ચાલકને શોધવા સીસીટીવી ફુટેજ મેળવવા સહિત તપાસના ચક્રો ગતિમાન કર્યા છે
વાહન અકસ્માત
હળવદના ટીકર ગામે રહેતા હંસાબેન શંકરભાઈ હડીયલ નામની ૨૪ વર્ષીય મહિલા ઘનશ્યામપુર રોડ ઉપરથી જતી હતી ત્યાં તેને વાહન અકસ્માતના બનાવમાં ઈજા થતાં આયુષ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવી હતી.
